શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કાલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જિજ્ઞેશભાઈ વાજાએ ઉપસ્થિત રહી બહેનોને શુભેચ્છાઓ પાઠવેલ. કાલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવલ દ્વારા રાષ્ટ્ર ભાષાનું મહત્વ તથા હિન્દી પ્રચાર-પ્રસારનાં માધ્યમો વિશે તલસ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું. આ અવસરે આયોજિત હિન્દી નિબંધ સ્પર્ધામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શિયાળ તેજલબેન કિશોરભાઈ, દ્વિતીય ક્રમાંકે વાગડીયા રિધ્ધિબેન વલ્લભભાઈ, તૃતીય ક્રમાંકે શિયાળ કિંજલબેન ભોળાભાઈએ વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ.તેમને કાલેજ ટ્રસ્ટ તથા અધ્યાપકો દ્વારા અભિનંદન પાઠવેલ. આ તકે નિવૃત્ત આચાર્ય દિનાબેન ઉપસ્થિત રહ્યા હતા.