સાવરકુંડલાના જેજાદ ગામે રહેતા એક યુવક પર આડાસંબંધની આશંકામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે અજયભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૬)એ દિનેશભાઈ સુખાભાઈ શીરોળીયા તથા રાહુલભાઈ મસાભાઈ શીરોળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, રાહુલભાઈ મસાભાઈ શીરોળીયાની બહેન સાથે બોલતા હોય અને તેઓ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની ગામમાં વાતો થતી હોય તેવું બંને આરોપીને લાગતા બંને આરોપીએ તેમને તેમની બહેન સાથે આડાસંબંધ હોય તેવો શક વહેમ રાખી વાડીની ઝાંપલીએ બોલાવી ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતાં બંને આરોપીને સારું નહોતું લાગ્યું અને પથ્થરનો એક ઘા માથાના ભાગે પકડીને માર્યો હતો. ઉપરાંત માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા મારતાં હેમરેજની તથા બે ફેક્ચરની ગંભીર ઇજાઓ પહોંચી હતી. વંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.