અમરેલી જિલ્લા કોંગેસની વિસ્તૃતીકરણ અને આગામી તમામ ક્ષેત્રની રણનીતિની રૂપરેખા તૈયાર કરવા માટેની કારોબારી બેઠકનું આયોજન ૩૦/૦૯/૨૦૨૪-સોમવારના રોજ યોજાશે. આ બેઠક સવારે ૯-૦૦ કલાકે, જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય, જુના માર્કેટિંગ યાર્ડ-અમરેલી ખાતે યોજાશે. આ બેઠકમાં મુખ્ય મહેમાનો ભુપેન્દ્રભાઈ મારવી, પ્રવિણભાઈ રાઠોડ, રાજુભાઈ મહેતા, હિંમતભાઈ કંટારીયા, ચેતનભાઈ ખાચર તેમજ અતિથિ વિશેષ વિરજીભાઈ ઠુમ્મર, ઠાકરશીભાઈ મેતલિયા, ધીરૂભાઈ દુધવાળા, પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, ડી.કે. રૈયાણી, પંકજભાઈ કાનાબાર, શંભુભાઈ દેસાઈ, અર્જુનભાઈ સોસા, જે.બી. કાછડ તેમજ કોંગ્રેસ આગેવાનો વિવિધ ફ્રન્ટના આગેવાનો ઉપસ્થિત રહેશે.