મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલતી ટ્રેનમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી દક્ષિણ એક્સપ્રેસ ટ્રેનમાં આ ઘટના બની હતી. ત્યારે જ નાગપુરમાં હત્યાની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. નાગપુર રેલવે પોલીસે આ કેસમાં ચાર યુવકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે જણાવ્યું કે ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ ચાર યુવકોએ મોબાઈલ ફોન અને ૧૭૦૦ રૂપિયાની ચોરી કરી અને ચાલતી ટ્રેનમાં એક મુસાફરની હત્યા કરી નાખી. જ્યારે મુસાફરે મોબાઈલ ચોરોનો વિરોધ કર્યો તો ચોરોએ તેને ભારે માર માર્યો હતો. આરોપીઓએ યુવકને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મૃતકની ઓળખ ૩૦ વર્ષીય શશાંક રામસિંહ રાજ તરીકે થઈ છે.
જ્યારે ચોરોએ યુવકનો મોબાઈલ ફોન અને પૈસાની ચોરી કરી લેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ૩૦ વર્ષના શશાંક રામસિંહ રાજને ટ્રેનની જનરલ બોગીમાં હાજર ચાર યુવકોએ માર માર્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
રેલવે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ મોહમ્મદ ફૈયાઝ, સૈયદ સમીર, મોહમ્મદ અમત અને મોહમ્મદ ખૈસર હોવાનું કહેવાય છે. આ તમામ હૈદરાબાદના રહેવાસી છે અને દિલ્હી જઈ રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે જ્યારે દક્ષિણ એક્સપ્રેસ ટ્રેન નાગપુરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનમાં હંગામો થયો અને હંગામો એટલો વધી ગયો કે ચાર યુવકોએ શશાંક રામસિંહ રાજને હાથ અને લાતો વડે મારવાનું શરૂ કરી દીધું. ચાર લોકોએ શશાંકને એટલી હદે માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.