(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૬
તમને શાહરૂખ ખાનની સિરિયલ ફૌજી યાદ હશે જે વર્ષ ૧૯૮૮માં આવી હતી? આ એ જ સિરિયલ છે જેણે શાહરૂખ ખાનને લોકપ્રિયતા અપાવી હતી. ત્યારે કોઈને ખબર ન હતી કે એક દિવસ આ એક્ટ્રેસ બોલિવૂડનો કિંગ કહેવાશે. હવે આ ટીવી શો ૩૬ વર્ષ પછી કમબેક માટે તૈયાર છે. તે ૧૯૮૮ માં લેફ્ટનન્ટ કર્નલ રાજ કુમાર કપૂર દ્વારા નિર્દેિશત કરવામાં આવી હતી.
હવે વર્ષો પછી, ફૌજી ૨ લાવવાની ચર્ચા છે જેમાં શાહરૂખ ખાનની જગ્યાએ અંકિતા લોખંડેના પતિ વિકી જૈનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. આ સિવાય શોમાં ગૌહર ખાન પણ તેની સાથે જાવા મળશે. અભિનય ઉપરાંત વિકી જૈન તેને સંદીપ સિંહ સાથે કો-પ્રોડ્યુસ પણ કરશે. તે દૂરદર્શન પર પ્રસારિત થશે.
વિકી જૈન તેમાં કર્નલ સંજય સિંહની ભૂમિકા ભજવશે, જ્યારે ગૌહર ખાન લેફ્ટનન્ટ કર્નલ સિમરજીત કૌરની ભૂમિકા ભજવશે. સિમરજીત શ†ોમાં એક્સપર્ટ કેડેટ ટ્રેનર હશે. આ સાથે તેમાં ૧૨ નવા કલાકારોને લોન્ચ કરવામાં આવશે. આશિષ ભારદ્વાજ, ઉત્કર્ષ કોહલી, રૂદ્ર સોની, અમરદીપ ફોગટ, અયાન મનચંદા, નીલ સતગુપ્તા, સુવંશ ધર, પ્રિયાશુ રાજગુરુ, અમન સિંહ દીપ, ઉદિત કપૂર, માનશી અને સુÂષ્મતા ભંડારી જેવા નવા કલાકારો તેમાં જાવા મળશે.
ફિલ્મ નિર્માતા સંદીપ સિંહને એનઆઇ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે, “અમે સમગ્ર ભારતમાંથી યોગ્ય કલાકાર પસંદ કરવામાં કોઈ કસર છોડી નથી. અમે છ મહિના સુધી એક એવી સ્ટોરી બનાવવા માટે વિચાર-વિમર્શ કર્યો જે દર્શકોને આકર્ષિત રાખશે. ફૌજી ૨ વાર્તા તેનાથી અલગ હશે. સામાન્ય ટેલિવિઝન વાર્તાઓ અને તે જ તેને વિશેષ બનાવે છે અને તે આર્મીના જવાનોના જીવનને નજીકથી પ્રતિબિંબિત કરશે, સાંસ્કૃતિક અને ધાર્મિક તફાવતો હોવા છતાં અને ફૌજી ૨ એક એવી વાર્તા છે જે લોકોને હિંમત અને પ્રેરણા આપશે. ટાઈટલ ટ્રેક સોનુ નિગમે પોતાના અવાજથી કમ્પોઝ કર્યો છે. આ શોમાં કુલ અગિયાર ગીતો હશે, જેનાં ગીતો મ્યુઝિક ડિરેક્ટર શ્રેયસ પુરાણિકે કમ્પોઝ કર્યા છે. શરદ કેલકરે તેમાં વોઈસ ઓવર કર્યું છે. અભિનવ પરીખ ફૌજી ૨નું નિર્દેશન કરશે.
ટાઈટલ ટ્રેક સોનુ નિગમે પોતાના અવાજથી કમ્પોઝ કર્યો છે. આ શોમાં કુલ અગિયાર ગીતો હશે, જેનાં ગીતો મ્યુઝિક ડિરેક્ટર શ્રેયસ પુરાણિકે કમ્પોઝ કર્યા છે. શરદ કેલકરે તેમાં વોઈસ ઓવર કર્યું છે. અભિનવ પરીખ ફૌજી ૨નું નિર્દેશન કરશે.