લાઠી તાલુકાના અકાળા ગામમાં વિકાસની નવી દિશા ખૂલી છે. ગામમાં નવા પેવિંગ બ્લોક રોડના નિર્માણનું ખાતમુહૂર્ત સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ ગામના વિકાસમાં મહત્વનું સીમાચિહ્ન બનશે. નવા રસ્તાના નિર્માણથી ગ્રામજનોની દૈનિક અવરજવર સરળ બનશે અને ગામનું માળખાકીય સ્વરૂપ વધુ મજબૂત થશે. આ અવસરે સાંસદ અને ધારાસભ્યએ ગામના વિકાસ માટે આ મહત્વપૂર્ણ પગલાંની સરાહના કરી અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં કલ્પેશભાઈ લુખી, હિતેશભાઈ રાખોલીયા, જગદીશભાઈ ખૂંટ, દકુભાઈ પડસાળા, ભાજપ શહેર પ્રમુખ ધર્મેશભાઈ સોની, શાસ્ત્રી દિનેશભાઈ પંડ્‌યા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.