અમરેલી જિલ્લાના લાપાળીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ અજમાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત કરી હતી. જિતેન્દ્રભાઈ ધામેલિયા અને ઘનશ્યામભાઈ ધામેલિયા દ્વારા ૩૦ વીઘામાં કરાયેલી અજમાની ખેતીએ કૃષિ ક્ષેત્રે નવી સંભાવનાઓ ખોલી આપી છે. ખેડૂતોએ જણાવ્યું કે અજમાની ખેતીમાં ઓછો ખર્ચ, ન્યૂનતમ પાણીની જરૂરિયાત, રોગ-જીવાત અને પશુઓથી નુકસાન વગરની ખેતી શક્ય છે. પ્રત્યેક વીઘે ૧૦-૧૨ મણ ઉત્પાદન મળે છે, જેના ભાવ ૩૫૦૦-૬૦૦૦ રૂપિયા મળે છે, જે અન્ય પાકોની તુલનામાં વધુ આવક પ્રદાન કરે છે.