ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જીદના સર્વેને લઈને હિંસાનો મામલો હજુ શાંત થયો નથી અને હવે અજમેરમાં એક મસ્જીદના સર્વેને લઈને લડાઈ ફાટી નીકળી છે. અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના સર્વેની માંગ સામે મુસ્લીમ સંગઠનોએ વાંધો વ્યક્ત કર્યો છે. કોર્ટે આ કેસમાં હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હિન્દુ પક્ષનો દાવો છે કે અજમેર દરગાહ વાસ્તવમાં ત્યાંનું શિવ મંદિર હતું. મંદિર તોડીને ત્યાં દરગાહ બનાવવામાં આવી. મંદિરની નજીક એક તળાવ હતું, જે આજે પણ છે. આ મામલે હિન્દુ સંગઠન દ્વારા હર વિલાસ શારદાના પુસ્તકને ટાંકવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે અજમેર કોર્ટે આ મામલે તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે. હિન્દુ પક્ષ તરફથી અરજીમાં દરગાહના સર્વેની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહની અંદર પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. અજમેર કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે, એટલે કે કોર્ટે સ્વીકાર્યું છે કે અરજી સાંભળવા લાયક છે. હિન્દુ પક્ષનો દાવો છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પહેલા સંકટ મોચન મહાદેવનું મંદિર હતું, જેને ૮૦૦ વર્ષ પહેલા તોડીને દરગાહ બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષે કોર્ટને સર્વે કરીને હિંદુઓને સોંપવાની માંગ કરી છે. વિષ્ણુ ગુપ્તાએ હિન્દુ સેના વતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અજમેર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને નોટિસ મોકલી છે.
આ મામલામાં આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે. આ અંગે અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ નિવેદન આપતા કહ્યું કે દરગાહ સદ્ભાવનાનું પ્રતિક છે. તેની સામે કાર્યવાહી રાષ્ટÙીય હિતમાં નથી. ઈન્શા અલ્લાહ કોઈની ઈચ્છા પૂરી નહિ થાય. તેમણે કહ્યું કે હિન્દુ પક્ષની અરજી પર કોર્ટે દરગાહ સમિતિને પણ પક્ષકાર બનાવ્યો છે. દરગાહ કમિટી હિન્દુ પક્ષના દાવાને ફગાવી રહી છે. દરગાહ કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ જણાવ્યું હતું કે અજમેર દરગાહના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો અનુયાયીઓ છે. તેમણે કહ્યું કે જા પૂજા સ્થળ કાયદા સાથે છેડછાડ કરવામાં આવશે તો દેશની એકતા અને સહિષ્ણુતા જાખમાશે. દરગાહના દીવાન સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે કેટલાક લોકો લોકપ્રિયતા મેળવવા માટે દરગાહ વિશે આવા દાવા કરી રહ્યા છે. અજમેરમાં દરગાહ ૮૫૦ વર્ષથી છે.