■ જુવાર: સાંઠાની માખીના નિયંત્રણ માટે થાયોમિથોકઝામ ૭૦ ડબલ્યુ.એલ. ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ મુજબ માવજત આપવી.
■ ઉનાળું મગફળીઃ લીલી પોપટી કે થ્રીપ્સના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦% ઈ.સી. ૧૦ મિ.લિ., ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ.એલ. ૨ મિ.લિ. કે કાર્બોસલ્ફાન ૨૫% ઈ.સી. ૨૦ મિ.લિ. પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
• લીફ માઈનરના નિયંત્રણ માટે થાયોમીથોકઝામ ૩ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• દરિયાઈ વનસ્પતિ પ્રવાહી ખાતરનો ઉપયોગ કરવો.
■ તલઃ પર્ણગુચ્છ / ફાયલોડીનાં નિયંત્રણ માટે
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ વખતે ફેનાઝાકિવન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિ.લિ. અથવા ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈડ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
■ શેરડીઃ ચાબુક અંગારીયાનો રોગ જાવા મળે તો તેવા રોગિષ્ટ છોડ ઉપાડી બાળી નાશ કરવો.
• રોપણી બાદ એકથી દોઢ માસે, અઢીથી ત્રણ માસે અને ચારથી પાંચ માસે રાસાયણિક ખાતરો ભલામણ મુજબ આપવા.
■ કઠોળઃ કઠોળ પાકોમાં વિષાણુથી થતો રોગ બીજજન્ય હોય તંદુરસ્ત (રોગમુકત) બિયારણ વાપરવું. વિષાણુથી થતા રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાતો દ્વારા થાય છે. મગના બિયારણને વાવતી વખતે થાયોમેથોકઝામ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ એસએસ (૧૦ ગ્રામ / કિલો બીજ) ની માવજત આપવી. નસનો રોગ અટકાયત થાય છે.
■ ઉનાળું બાજરીઃ પક્ષીઓથી પાકને બચાવવા માટે વહેલી સવારે અને સાંજે ખાસ ધ્યાન રાખવું.
■ ડુંગળીઃ સુકવણી દરમ્યાન લોથાને બે ત્રણ વાર ઉપર નીચે ફેરવતાં રહેવું. જેથી બીજ ઉપરના ભાગમાં એકદમ ગરમ ન થાય અને નીચેના ભાગમાં ફૂગ લાગે નહી તેમજ બીજ એક સરખા ઝડપથી સુકાઈ જાય.
■ ખેતી પાકોમાં બીજ માવજત અંગેની જુદી જુદી રીતો
• સુકી માવજત
• વાવતા પહેલા ફૂગનાશક/જીવાતનાશક દવાનો પટ બિયારણને આપી વાવેતર કરવાની ભલામણ છે. ચોક્કસ વજન કરેલ બિયારણના જથ્થાને ભલામણ કરેલ દવાની માત્રા સાથે મિશ્ર કરી ‘સીડ ડ્રેસીંગ ડ્રમ’ માં નાંખી ગોળ-ગોળ ફેરવવાથી બધા જ બીજને એકસરખો પટ લાગી જાય છે. નાના જથ્થામાં બીજ હોય તો તગારૂ, ડોલ કે અન્ય નાના વાસણમાં જરૂરી માત્રામાં બીજ અને દવાઓ ભેગા કરી વાસણને હલાવવાથી બીજ પર દવાનો પટ ચઢે છે.
• ગરમ હવાની માવજત
• આ પ્રકારની માવજત સામાન્ય રીતે શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવે છે. શેરડીના કટકાં (બીજ) ને પ૪ સે. ગ્રે. તાપમાને સતત ૮ કલાક સુધી ગરમ હવા (વરાળ) માં રાખવાથી કટકાંમાં રહેલા રોગકારકો અને કીટકોનો નાશ થાય છે. ભીની માવજત જંતુનાશક દવાને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ઓગાળી બિયારણને માવજત આપી શકાય છે. દા.ત. મગફળીમાં ધૈણના નિયંત્રણ માટે વપરાતી ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી, એક કિ.ગ્રા. બીજ દીઠ ૨૦ મિ.લિ. આપવી.
• સૂર્યની ગરમીની માવજત
• ઘઉંના પાકમાં જાવા મળતા અનાવૃત અંગારીયા (લુઝ સ્મટ) નામના રોગ માટે જવાબદાર રોગકારક ફૂગ બીજની અંદરના ભાગમાં સ્થાયી થયેલ હોય છે. આવા બીજને બહારની બાજુએ કોઈ ફૂગનાશક દવાની માવજત અસરકારક નિવડતી નથી. આવા સંજાગોમાં બિયારણને ઠંડા પાણીમાં ચારેક કલાક પલાળ્યા બાદ બહાર કાઢી ગેલ્વેનાઈઝ પતરા પર પાથરી સૂર્યના તાપમાં બપોરના ૧ર થી ૩ વાગ્યા સુધી તપવા દેવામાં આવે છે અને પછી તેને ઠંડા પાડી સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રમાણેની માવજતથી બિયારણમાં થર થયેલ ફૂગના બીજાણુંનું સ્ફુરણ થાય છે અને સૂર્યની ગરમીથી નાશ પામે છે. ખાસ કરીને ઉનાળામાં મે-જૂન માસમાં.
• ગરમ પાણીની માવજત
• શેરડીના કટકાંને જે રીતે ગરમ હવાની માવજત આપવામાં આવે છે, તે જ હેતુસર ગરમ પાણીની માવજત પણ આપી શકાય છે. આ માટે શેરડીના કટકાંને પ૦ સેં. ગ્રે. તપામાન ધરાવતા પાણીમાં ર કલાક બોળી રાખવામાં આવે છે.
■ બાગાયતી પાકોમાં લેવાની થતી ખાસ કાળજીઓ
૧. અગત્યના ફળપાકો જેમ કે આંબાના બગીચાઓમાં યોગ્ય સમયે સામૂહિક ધોરણે ફળમાખી નિયંત્રણના પગલાં લેવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં ફળમાખીનું ખુબ જ અસરકારક નિયંત્રણ મળે છે.
૨. આંબાની રોગિષ્ટ વિકૃત ડાળીઓને આશરે ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે કાપી નાખવી. તેનો કલામાં ઉપયોગ ન કરવો.
■ ચીકુ
• ચીકુમાં ફુલ બેસવાની પ્રક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે તથા ૪૦૦ સે. થી વધુ ગરમ લુ થી ફુલ ખરી પડતા હોવાથી અવરોધક વાડ અને નવી કલમોને વાડોલિયાથી આરક્ષણ આપવું.
• ચોમાસાની શરૂઆતમાં પુખ્તવયનાં ઝાડ દીઠ ૪૦ થી પ૦ કિલો છાણિયુ ખાતર, એક કિલો યુરીયા, દોઠ કિલો સીંગલ સુપર ફોસ્ફેટ, ૪૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ખાતર આપવું. ચોમાસા બાદ બીજા હપ્તામાં તેટલો જ જથ્થો ફરીથી
આપવો.
• ફળના જવતર માટે વૃદ્ધિ નિયંત્રકો જેવા કે એન.એ.એ. પ૦ પી.પી.એમ.નું પ્રવાહી ફુલ આવવાના સમયે ૧પ દિવસનાં અંતરે ત્રણ વખત છાંટવાથી ૩૦ ટકા જેવું જેવું ફળનું જવતર વધુ જોવા મળે છે.
• હવે ઘણી જગ્યાએ ચીકુમાં ફુલ કળીની ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે. જે માટે એન્ડોસ્લફાન ૦.૦૭ ટકાના છંટકાવ કરવો. તે માટે એક લિટર પાણીમાં બે મિ.લિ. દવા ભેળવવી, અથવા કલોરપાયરીફોસ ૦.૦પ ટકાનો છંટકાવ કરવો (૧ લિટર પાણીમાં ર મિ.લિ. પ્રમાણે) અથવા ડી.ડી.વી.પી. પ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
■ જમીનની છિદ્રાળુતા: જમીન છિદ્રાળુ હોવી જોઈએ. તેના લીધે હવાની અવર-જવર સારી રહે છે. ભેજ સગંહ શકિત સારી રહે, જમીનનાં સુક્ષ્મ જીવાણુઓ તથા છોડનાં મૂળનાં જમીનનાં સુક્ષ્મ જીવાણુઓ તથા છોડનાં મૂળનાં વિકાસ માટે સાનુકૂળ પરિસ્થિતી આપે છે. પોષક તત્વોની લભ્યતા એકસરખી રાખે છે અને ફળદ્રુપ જમીનને ઉત્પાદક બનાવે છે. જમીનની વરાપ ઉપર છિદ્રાળુતા અસર કરે છે. ખેતરમાં છિદ્રાળુતા જાળવવા સેન્દ્રીય ખાતરો જેવા કે, છાણિયું ખાતર, ફાર્મ કંમ્પોસ્ટ વગેરે ઉમેરવાથી, જડીયાવાળા અગર તો કઠોળ વર્ગનાં પાક ઉગાડવાથી જડીયા જમીનમાં રહી જાય છે અને આમ સેન્દ્રીય પદાર્થ પુરો પાડે છે. પાકની ફેરબદલીથી, વરાપ થાય ત્યારે જ ખેડ કરવાથી, નિતાર સારો રાખવાથી અને સુધારેલાં ખેત ઓજારનો ઉપયોગ કરવો.
■ ઘાસચારાની મકાઇ
જમીનમાં પૂર્તિ માટેનો મિક્ષર ગ્રેડ – ફ ને ૨૦ કિ.ગ્રા./હે. પાયાના ખાતર સાથે આપવું. અથવા સરકાર માન્ય ગ્રેડનો વાવણી પછી ૨૦, ૩૦ અને ૪૦ દિવસે ઉભા પાકમાં ૧ ટકાનો છંટકાવ કરવો.
■ ક્ષારમય જમીન અને પાણીની ખેતીમાં અડચણો.
૧. બીજનું જલ્દી સ્ફુરણ ન થવું.
૨. ખેતરમાં વરાપ મોડી આવવી.
૩. જમીનની સપાટી પર કઠણ પોપડી થઈ જવી.
૪. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાઈ જાય ત્યારે કઠણ થઈ જવી.
૫. ઢેફાં પડવા.
૬. જમીનની પાંસ બરાબર ન જળવાવી.
૭. આંતરખેડમાં મુશ્કેલી ઉભી થવી.
૮. પાક પીળો રહેવો તથા પોષક તત્વોની ખામીના ચિન્હો ઉભા થવા.
૯. જમીનની નિતાર શકિત ઓછી થઈ જવી.
૧૦. જમીનમાં પૂરતો ભેજ હોય છતાં પાક પાણીની ખેંચ અનુભવતો હોય તેવું જણાય.
૧૧. મહદઅંશે જમીનની ભેતિક સ્થિતી બગડવી.
૧૨. પાક ઉત્પાદન ખૂબજ ઘટી જવું.
જમીનમાં સુક્ષ્મ પોષક તત્વની પરિસ્થિતિ: હાલમાં ગુજરાતના કુલ વાવેતર વિસ્તારનાં ૪૯ ટકા વિસ્તારમાં જસતની તેમજ ર૭ ટકા વિસ્તારમાં લોહની ઉણપ જણાય છે. તેમજ મેગેનીંઝ, તાંબુ, બોરોન અને મોલીબ્ડેનમની અપૂર્તતાવાળો વિસ્તાર અનુક્રમે ૧૭, ૧ર, ૬ અને ૧૦ ટકા છે. આમ રાજય સ્તરે હાલ જે સુક્ષ્મ તત્વોની ચિંતા કરવી પડે તેમાં પ્રથમ જસત અને ત્યાર બાદ લોહ તત્વનું સ્થાન છે. ઉત્તર ગુજરાત અને કચ્છની હલકી જમીન તેમજ સૈરાષ્ટÙની ચૂનાયુકત જમીનમાં જસત અને લોહની ઉણપ વિશેષ જાવા મળે છે. આવા મોટા વિસ્તારોમાં સુક્ષ્મ તત્વની ઉણપને લીધે પાક ઉત્પાદનમાં ધણું મોટુ નુકસાન થતુ હોય છે.