■ તલઃ
• ગાંઠીયા માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) ૧૦ લિટર
પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા કાર્બારીલ ૫૦ વે.પા. ૪૦ ગ્રામ, મીથાયલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ. અથવા કવીનાલફોસ ૨૦ મિ.લિ./ ડાયમીથોએટ ૧૦ મિ.લિ. પૈકીની કોઇપણ એક દવાનો ફુલ ઉઘડવાની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
■ મગફળીઃ
ઉત્પાદનમાં ફાઉન્ડેશન બીજ માટે સફેદ રંગની અને સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગની એજન્સીની ટેગ કે જેમાં પેકિંગ સમયે હાજર રહેલ એજન્સીના અધિકારીના સહી-સિક્કા હોય છે તે અને નિયત માહિતીવાળી ટેગ સાથે સીવી, બેગના બન્ને છેડે સીલ મારવામાં આવે છે. બીજ ઉત્પાદકનું પોતાનું ઓપેલાઈન ગ્રીન (લીલા) રંગનું લેબલ સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની ટેગ નીચે રાખી બેગ સાથે સીવવામાં આવે છે. આ સીલ કરેલ ફાઉન્ડેશન બીજની બેગો સર્ટિફાઈડ બીજ પ્લોટ લેનાર ખેડૂતો કે સંસ્થા/પેઢીઓ લઈ જાય છે. જયારે સર્ટિફાઈડ બિયારણની બેગો કોમર્શિયલ વાવેતર માટે બજારમાં પ્રમાણિત બિયારણ તરીકે વેચાણ કરવામાં આવે છે.
■ મગ
• શીંગ કોરી ખાનાર લીલી અથવા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ ર૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
■ નીંદણ:
રાસાયણિક નિંદણનાશકોથી ભેતિક પધ્ધતિઓ કરતાં વહેલું, અર્થક્ષમ અને અસરકારક રીતે નિંદણ નિયંત્રણ થઈ શકે પણ જરૂર જણાય તો જ ઉપયોગ કરવો.
• ઘનિષ્ઠ પાક પધ્ધતિઓ જેવી કે બહુપાક પધ્ધતિ, રીલેપાક પધ્ધતિ, આંતરપાક પધ્ધતિ વગેરે અપનાવવા
■ શાકભાજીઃ
• સંકર મરચીમાં રાસાયણિક ખાતર ૧૪૦-૫૦-૫૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.
■ રીંગણી: નાના પર્ણ / લઘુપર્ણ / ઘટ્ટીયા પાન
• પાક નિંદણમુક્ત રાખવો. રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્વ / હે પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦ ઈ.સી. ૬ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવા.
■ બાગાયતી પાકો
■ આંબોઃ
વાવાઝોડાથી મોર તથા નાના ફળ ખરી પડતા અટકાવવા તથા ગરમ લુ થી રક્ષણ મેળવવા પવન અવરોધક વાડ કરવી જરૂરી છે. નવી રોપેલ કલમોને પણ આરરક્ષણ આપવું જરૂરી છે. પુખ્ત વયના ઝાડને પ્રતિવર્ષ ૧૦૦ કિલો સેન્દ્રીય ખાતર આપવું અથવા લીલો પડવાશ કરવો. રસાયણિક ખાતરોમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડદીઠ બે કિલો એમોનિયમ સલ્ફેટ, એક કિલો સુપર ફોસ્ફેટ અને ૧.૨૫ કિલો મ્યુરેટ ઓફ પોટાશ આપવું તેમજ ફેબ્રુઆરીમાં ઝાડદીઠ અઢી કિલો એમોનિયમ સલ્ફેટ અથવા તેનાથી અડધા પ્રમાણમાં યુરીયા આપી તરત જ પિયત આપવું. આંબાના પાકમાં કેરી વટાણા જેવડી થાય ત્યારથી પિયત આપવાનું ચાલુ કરવું, આમ છતાં કેરી ઉતારવાના પંદર દિવસ
પહેલા પાણી બંધ કરવું જોઈએ. આંબામાં કેરી ફળના ખરણ અટકાવવા કેરી વટાણા જેવડી થાય ત્યારે બે ગ્રામ નેપ્થીલીક એસિટીક એસિડ (એન.એ.એ.) તથા ૨ કિલો યુરીયાને ૧૦૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને બીજા છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. માલફોર્મેશનવાળા પુષ્પ ગુચ્છો તોડીને નાશ કરવો તથા
કાપેલા ઠુંઠા ઉપર કાર્બેન્ડીઝામ દવાનું પોતુ લગાડવું. આ ઉપરાંત ૧૦૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ એન.એ.એ. ઓગાળી ઝાડ ઉપર છંટકાવ કરવો. આંબામાં અનિયમિત ફળણ અટકાવવા માટે જે વર્ષે વધુ ફૂલ આવ્યા હોય, તે વર્ષમાં એપ્રિલ તથા મે માસમાં ૧૦ પી.પી.એમ. ઝીબ્રેલીક એસિડ ૨ ટકા યુરીયાના દ્રાવણનો છંટકાવ કરવો. આ ઉપરાંત જુલાઈ માસમાં મોટી ઉમરના ઝાડને પેકલોબ્યુટ્રાઝોલ ૫ ગ્રામ, ૧૪ થી ૧૫ લિ. પાણીમાં ભેળવી જમીનમાં ઝાડ ફરતે નાખવાથી વધુ અને નિયમિત ઉત્પાદન મળેલ છે.
■ કેરી ઉતાર્યા પહેલા (૨૫-૩૦ દિવસ) પાણી બંધ કરી દેવું.
બગીચામાં મધમાખીનો ઉછેર કરવાથી ફળણક્રિયામાં વધારો થાય છે.
• કાલવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ દવા લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરીયા આપવું.
■ બોરઃ
• દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.
■ લીંબું: બળિયા ટપકાં
• રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.
• રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓકસીકલોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧ ટકાના બોર્ડો મિશ્રણ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ગ્રામ ૧ + અથવા કોપર ઓકસીક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
■ પપૈયાઃ
• થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી ૪ થી ૫ દિવસે
પિયત આપવું. જમીનમાં પોષકતત્વોની ખામી ઉભી થવાનાકારણો.
(૧) ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ અપનાવવાથી
(ર) વધુ ઉત્પાદન આપતી સુધારેલ તેમજ શંકર જાતોનું વાવેતર વધવાથી
(૩) વધુ ટકાવાળા તેમજ શુધ્ધતાવાળા રાસાયણિક ખાતરોનો વધુ
પડતો વપરાશ કરવાથી
(૪) ગંધક રહિત ખાતરો જેવા કે યુરીયા, ડીએપી અને મ્યુરેટ ઓફ
પોટાશ ખાતરોના વધુ પડતા ઉપયોગથી ગંધકની ખામી
(પ) દર વર્ષે એક જ પ્રકારના પાકનું વાવેતર વારંવાર કરવાથી
(૬) સેન્દ્રીય ખાતરો જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ કે ખોળનો ઉપયોગ ઘટવાથી
આ ઉપરાંત હલકા પ્રતવાળી, રેતાળ, ખડકાળ, પથ્થરાળ, ચૂનાયુકત, ઓછા નિતારવાળી, સેન્દ્રીય તત્વનું પ્રમાણ ખુબ જ ઓછું હોય, અતિશય ખારી કે ભાસ્મીક જમીન હોય તેવી જમીનોમાં સુક્ષ્મ તત્વોની ખામી જાવા મળે છે.
■ નાળિયેરીઃ
• ૮ થી ૨૫ વર્ષની ઉંમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતરપાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં આદુનું વાવેતર કરવું.
• દક્ષિણ સૌરાષ્ટ્ર નાળિયેરીનો પુખ્ત બગીચો ધરાવતા ખેડૂતોએ પુષ્પગુચ્છ ઉપર સોડીયમ બોરેટ ૦.૪ % (૪ ગ્રામ/લિ.)નો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરી થી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે.
■ કેળઃ
• કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સુક્ષ્મ તત્વોનું મિશ્રણ (ગ્રેડ-૫) ૫૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા હપ્તામાં રોપણી બાદ ૧૦ અને ૪૦ દિવસે જમીનમાં અપાવું.
ફુગ આધારિત કીટનાશક
બ્યુવેરીયા બેસીયાના (સફેદ રોગકારક ફુગ): આ ફુગ ‘વ્હાઈટ મસ્કાર્ડીયન ફુગ’ તરીકે પણ ઓળખાય છે. આ ફુગને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે બાયોસોફ્ટ, બાયોગાર્ડ, લાર્વેસેલ, બાયોરીન, બાબા – બેઝીના, બાયોકેર, બાયોપાવડર, ડિસ્પેલ, બીયુશક્તિ, ટોકિઝનકિઝન, બેવેરોઝ, દમણ વગેરે જેવા જુદા જુદા વ્યાપારી નામે મળે છે. આ ફુગ પાકને નુકસાન કરતી ચુસિયા પ્રકારની જીવાતો અને ઈયળોનું નિયંત્રણ કરે છે. આ ફુગ પાન વાળનાર ઈયળ, ગાભમારાની ઈયળ, શેરડીના ફુદફુદીયા, મગફળીના સફેદ મુંડા, નાળિયેરીનું ગેંડા કીટક, હિરાફૂદાંની ઈયળ, કપાસની ગુલાબી ઈયળ, તમાકુ અને સૂર્યમુખીના પાન ખાનાર ઈયળ વગેરેનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જરૂરી છે. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે.
વર્ટીસીલીયમ લેકાનીઃ આ ફુગ જીવાતના શરીરમાં ખોરાક સાથે અથવા શરીરના સીધા સંપર્ક દ્વારા પ્રવેશ મેળવી, યજમાનની દેહગૃહામાં બીજાણું તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફુગ મુખ્યત્વે મોલો – મશી, સફેદમાખી, થ્રીપ્સ, ચીકટો, ભીંગળાવાળી જીવાત અને અન્ય ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ.
મેટારીઝીયમ એનીસોપ્લી (લીલી રોગકારક ફુગ): આ ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી ડીસ્ટ્રકસીન નામનું ઝેર ઉત્પન્ન કરે છે જે ઘણા પ્રકારની જીવાતના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. યજમાન શરીર પર લીલા રંગની ફુગનો ઉગાવો જાવા મળે છે અને આ રોગ પામેલ જીવાત અન્ય જીવાતના સંપર્કમાં આવતા તેને પણ રોગ થાય છે. આ જાતિની ફુગને પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. બજારમાં તે મેટાસોફ્ટ, બાયોમેટ, બાયોસ્ટોર્મ, બ્રિગેડ – એમ, બાયોમેજીક, મેટાકેર, કાલીચક્ર, બાયોકીંગ વગેરે વ્યાપારી નામે મળે છે. આ પ્રકારની ફુગ મગફળીના
પાન ખાનાર ઈયળ, નાળિયેરીના ગેંડા કીટક, ચોખાના બદામી ચુસીયા, શેરડીના વેધકો, હીરાફુદાંની ઈયળ, ચુસીયા પ્રકારની જીવાત વગેરેનું નિયંત્રણ કરે છે.

વર્ટીસીલીયમ લેકાનીઃ આ ફુગ જીવાતના શરીરમાં ખોરાક સાથે અથવા શરીરના સીધા સંપર્ક દ્વારા પ્રવેશ મેળવી, યજમાનની દેહગૃહામાં બીજાણું તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફુગ મુખ્યત્વે મોલો – મશી, સફેદમાખી, થ્રીપ્સ, ચીકટો, ભીંગળાવાળી જીવાત અને અન્ય ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જોઈએ.
મેટારીઝીયમ એનીસોપ્લી (લીલી રોગકારક ફુગ): આ ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી ડીસ્ટ્રકસીન નામનું ઝેર ઉત્પન્ન કરે છે જે ઘણા પ્રકારની જીવાતના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. યજમાન શરીર પર લીલા રંગની ફુગનો ઉગાવો જોવા મળે છે અને આ રોગ પામેલ જીવાત અન્ય જીવાતના સંપર્કમાં આવતા તેને પણ રોગ થાય છે. આ જાતિની ફુગને પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. બજારમાં તે મેટાસોફ્ટ, બાયોમેટ, બાયોસ્ટોર્મ, બ્રિગેડ – એમ, બાયોમેજીક, મેટાકેર, કાલીચક્ર, બાયોકીંગ વગેરે વ્યાપારી નામે મળે છે. આ પ્રકારની ફુગ મગફળીના
પાન ખાનાર ઈયળ, નાળિયેરીના ગેંડા કીટક, ચોખાના બદામી ચુસીયા, શેરડીના વેધકો, હીરાફુદાંની ઈયળ, ચુસીયા પ્રકારની જીવાત વગેરેનું નિયંત્રણ કરે છે.