સોયાબીન
• બિયારણનો દર ૫૦ થી ૬૦ કિલો હેક્ટર દીઠ રાખવો
• ઓછા વરસાદવાળા વિસ્તારમાટે સોયાબીન-૧,૨,૩ નું વાવેતર કરવું.
• એન.આર.સી.-૩૭, અહલ્યા-૪, ગુ.સો.-૧, જીજેએસ-૩ દ.ગુ. માટે ગુ.સો- ૨,૩ કે ડીએસ-૩૪૪નું વાવેતર કરો.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૩૦ -૬૦ – ૨૦ કિલો એન.પી.કે. આપવું.
• વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૫ કિ.ગ્રા. બિયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે.
• સોયાબીન-દિવેલા રીલે પાક પદ્ધતિ અપનાવી જાખમ ઘટાડો.
• ચોમાસાની અનિશ્ચિતતા અને રોગ જીવાતના વધુ ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ જાય તેવા સંજાગોમાં કપાસ આધારિત પાક પદ્ધતિઓ જેવી કે આંતરપાક
પદ્ધતિ ખેડૂતો અપનાવવી જાઈએ.
• સામાન્ય રીતે વાવણીલાયક વરસાદ થયેથી જુન મહિનાના બીજા અઠવાડિયાથી જુલાઈના પ્રથમ અઠવાડિયાથી સુધીમાં કપાસનું વાવેતર કરી શકાય.તેનાથી વહેલું વાવેતર કરવાથી કપાસમાં જીંડવાની ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તેથી કપાસનું ઉત્પાદન ઘટે છે.
• કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું.
• કપાસના બિજને વાવતા પહેલા પેકેટ દીઠ ૪૦ ગ્રામ એઝેટોબેકટર અને ૪૦ ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલીલઈઝિંગ બેકટેરીયા
(પી.એસ.બી) કલ્ચરનો પટ્ટ આપી ૩૦ મીનીટ સુધી છાયડામાં સુકવીને વાવણી કરો.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૮૦ – ૩૭.૫૦ – ૧૧૨.૫૦ કિલો એન.પી.કે. આપવું.
• ભાÂષ્મક અને ખારી ભાÂષ્મક જમીનમાં કેÂલ્શયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડીએપી ખાતર આપવાથી ફાયદો થાય છે.
બાજરી ઃ
• ચોમાસુઃ મોડી પાકતીઃ જીએચબી-પપ૮, ૭૩ર
• મધ્યમ પાકતીઃ જીએચબી-૭૪૪, ૯૦પ
• વહેલી પાકતીઃ જીએચબી-પ૩૮, ૭૧૯
• જસતની ઉણપવાળી જમીનમાં વાવણી સમયે ર૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પ્રતિ હે. આપવા ભલામણ કરવામાં આવે છે.
• લોહ અને જસતની ઉણપ ધરાવતી જમીનમાં પાયાના ખાતર સાથે ૧પ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ પ્રતિ હેકટરે આપવું અથવા ગવર્મેન્ટ નોટીફાઈટ ગ્રેડ-૪ ના ૧% નાં દબાણને વાવણી પછી ર૦,૩૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો.
શાકભાજી ઃ
• આનંદ દુધી -૧, પૂસા સંકર-૩, પંજાબ ગોળ, અર્કા બહાર, પૂસા નવીનમાંથી કોઈ એક દુધીની જાતનું વાવેતર કરવું.
ગુજરાત ભીંડો – ૬, ગુજરાત સંકર ભીંડો – ૨, ગુજરાત જૂનાગઢ ભીંડો-૩ અને ૪ નું વાવેતર કરવું. ચોમાસુ ભીંડાનાં પાકમાં રાસાયણિક ખાતર ૭૫-૨૫-૨૫ એન.પી.કે. આપવું
•જી-ટી-૯ અન્ય માટે ગુ.ટમેટી-૧,૨,એમએચ-૬,એનએ-૫૦૧,૬૦૧, જૂનાગઢ ટમેટા -૩,આણંદ ટમેટા- ૩ અને ૪. પૂસા ગૌરવ, પૂસા રૂબી,પૂસા હાઈબ્રીડ–૨ તથા ૪ વગેરે ટામેટાની જાતોનું વાવેતર કરવું. . એક હેક્ટર વાવેતર માટે ૧૫૦
ચો.મી.ધરુવાડિયાની જરૂર પડે છે તેમાં હાઈબ્રીડ જાત માટે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ તેમજ અન્ય જાત માટે ૩૦૦ થી ૩૫૦ ગ્રામ બીજ્ની જરૂર પડે છે. રાસાયણિક ખાતર ૭૫-૩૭.૫-૬૨.૫ એન.પી.કે. આપવું.
• સુરણઃ જી એ એફ વાય-૧ (સ્વાગત) નું વાવેતર કરો
બાગાયત ઃ
• જામફળ ઃ- લખનૌ -૪૯ (સરદાર) જાતનું વાવેતર કરવું.
•ચીકુ ઃ- કાળીપતી, પીળીપતી તેમજ
પીકેએસ-૩,૫ નું વાવેતર કરવું.
• પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડદીઠ ૫ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં અને
પૂર્તિખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૫૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આ૫વું.
• ચીકુફળોને ઉતાર્યા બાદ ૧૫૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષમાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે.
• લીબુંનાં પાનની કાળી માખીના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રિડ ૪ મિલિ/ ૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય ત્યાર પછી ૧૫ દિવસ પછી છંટકાવ કરવો.
• આંબામાંથી ફળ ઉતારી લીધા બાદ ઝાડ ઉપર યુરિયા ૨% ના છંટકાવ કરવો, સુકી ડાળીઓ માલ ફોરમેશન વગેરે કાપીને નાશ કરવો.
• આંબામાં છટણી કરવાનો સમય ફળ ઉતાર્યા બાદ તુરંતનો સારો ગણાય છે. પરંતુ ચોમાસાની ઋતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી ઓક્ટોબર-નવેમ્બર માસમાં ત્રણથી ચાર મીટરની ઉંચાઇએ છત્રી આકારે હેડીંગબેક પદ્ધતિથી છટણી કરવી.
• કેળ માટે ગ્રાન્ટનૈન જાતનું વાવેતર કરવું. કેળના રોપા તૌયાર કરવા માટે મેક્રો પ્રોપોગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો.
• દાડમ ઃ- ધોળકા, ભાવનગરી,જી-૧૩૭,ભગવો જાતનું વાવેતર કરવું.
• બોર ઃ- ગોલાં તથા સુરતીકાંઠા જાતનું વાવેતર કરવું.
• ગુલછડી સિંગલ જાતના ફૂલ સફેદ રંગના,
પાંદડાઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણીમાં ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેમાં પ્રજવલ, શૃંગાર, ફુલે રજની, અર્કા નિરંતરા, હૈદરાબાદ સિંગલ વગેરે મુખ્ય જાતો છે.
સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થાઃ
• સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ટકાવી રાખવા માટે જમીન ભુખી ન રહેવી જાઈએ. પુરા વૈજ્ઞાનિક અભિગમથી વિવિધ સેન્દ્રીય ખાતરો ખેતરમાં આપવા જાઈએ. તે માટે ગળતીયું છાણીયું ખાતર, કેમ્પોષ્ટ, અળસિયાનું
આભાર – નિહારીકા રવિયા ખાતર, મરઘાં-બતકાંની ચરક, વિવિધ પ્રકારના ખોળ, રોક ફોસ્ફેટ, લીલો પડવાશ, પાક અવશેષોને જમીનમાં દાટીને, પાક અવશેષોનું આવરણ તરીકે ઉપયોગ કરીને, એઝોલા, વિવિધ જૈવિક ખાતરો, ગોબરગેસ પ્લાન્ટની રબડી વગેરેનો ઉપયોગ કરવો અને વધારેમાં વધારે કાર્યક્ષમતાથી પોષક તત્વોનો ઉપયોગ થાય તેનું વૈજ્ઞાનિક રીતે આયોજન કરી ધ્યાન રાખવું જાઈએ.
ઘાસચારોઃ
• અંજાન ઘાંસ જાતોમાં ગુજરાત આણંદ અંજાન ઘાસ-૧, પુસા યલો અંજાન, સીએઝેડઆરઆઈ-૭૫ (મારવાડ અંજાન), સીએઝેડઆરઆઈ-૭૬ (મારવાડ અંજાન), આઈજીએફઆરઆઈ-૩૧૦૮વરસાદ આધારિત પ્રથમ કા૫ણી વાવણી ૫છી ચાર મહિને લેવી. બે થી ત્રણ કા૫ણી આખા વર્ષ દરમ્યાન લઈ શકાય છે. પિયત છ થી સાત કા૫ણી લઈ શકાય છે.
આટલું અવશ્ય કરોઃ
• ખરીફ સીઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકુળ પાક પસંદગી કરવી.
• બિયારણને વાવેતર પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો.
• ભાસ્મકતાવાળા પાણીમાં પિયત હેઠળની જમીનમાં જીપ્સમ ઉમેરવું તેમજ સેન્દ્રીય ખાતર આપવું.
• જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ તેમજ પાકનું વાવેતર કરો.