જ્યાં જમીન સાથે ખાતર મળી જાય તેટલો વરસાદ હોય તો જ વાવેતર કરવું.
• જ્યાં અધકચરો અથવા ઓછો વરસાદ હોય ત્યાં વાવેતર કરવું નહિ.
• કોરામાં કોઈ પાકનું વાવેતર કરવું નહિ.
• પાકનું જાખમ ઘટાડવા આંતરપાક પધ્ધતિ અપનાવો.
• વાવેતર માટે બિયારણ તૈયાર રાખો.
• શક્ય હોય તો બિયારણના ઉગાવાનું વાવેતર અગાઉ પ્રમાણ જાઈ લેવું. જેથી વાવેતર નિષ્ફળ ન જાય.
બાજરીઃ
• મોડી પાકતીઃ જીએચબી-પપ૮, ૭૩ર, મધ્યમ પાકતીઃ જીએચબી-૭૪૪, ૯૦પ,
• વહેલી પાકતીઃ જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
• ખાતરઃ હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ
તલ:
• તલના પાકમાં રાસાયણિક ખાતર રપ-રપ-૪૦ (પ૪ કિલોગ્રામ ડીએપી, ૭૬ કિલોગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ) તથા ૧પ કિલો સલ્ફર (૧૦૦ કિ.ગ્રા. જીપ્સમ) પ્રતિ હેકટર વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. આ ઉપરાંત ૧૫ કિલો ગંધક, જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું. વાવણી પછી ૩૦ અને ૪પ દિવસે વરસાદ થયે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે રપ કિલોગ્રામ નાઈટ્રોજન (પ૪ કિલોગ્રામ યુરીયા) પ્રતિ હેકટર પૂર્તિ ખાતર તરીકે આપવું.
• મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમના બીજને પટ આપવો.
• તલ ગુજરાત-૧,૨,૪,૫, ૬ (સફેદ) અથવા ગુજરાત તલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું. આંતરપાક પદ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.
• એક હેક્ટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બીજ પુરતુ છે. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપવું.
નાગલી: ગુ. નાગલી-૧,૨,૩,૪ અથવા જીએનએન-૭ , જી.એન.-૪ જાતનું વાવેતર કરવું.
જુવારઃ
• સ્થાનિક જાતોઃ બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.
• સુધારેલી જાતોઃ જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે – ૪૨, જી.જે.૪૪
• સંકર જાતો: જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮
• ખાતરઃ દાણા માટે: કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર
• ખાતરઃ ઘાસચારાની જુવાર માટેઃ ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર
મગ ઃ ગુજરાત મગ-૨,૩,૪,૫,૬.૧૦ અથવા કે.૮૫૧ નું વાવેતર કરવું. રીઈઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપવો ૯૦ કિલો/હે. ડીએપી આપવું.
અડદઃ ટી -૯, જી.યુ.-૩(અંજની), ગુજરાત અડદ -૧,૨ અથવા ટીપીયુ- ૪ નું વાવેતર કરવું.
વરિયાળીઃ
• વરિયાળીની સુધારેલી જાતો ગુજરાત વરિયાળી – ૧ અને ગુજરાત વરિયાળી – ૨ ના પ્રમાણિત બીજનો વાવેતરમાં ઉપયોગ કરવો જાઈએ જેની ખાસિયતો કોઠામાં દર્શાવેલ છે.
શાકભાજી:
• ચોમાસું ડુંગળીના વાવેતર માટે નાસિક-૫૩, ભીમા સુપર, તળાજા લાલ, જૂ.લાલ ડુંગળી, પુસારેડ, ડાર્ક રેડ, ભીમા રાજ અને અર્કા કલ્યાણ તેમજ હાઈબ્રીડ જાતોમાં બીઈજા શીતલ, સેમનીશ સનસીડનું વાવેતર કરવું.
• ચોમાસું ડુંગળી માટે રાસાયણિક ખાતર ૭૫-૫૦-૨૫ એન.પી.કે. આપવું. સુકારા માટે ટ્રાઈકોડર્મા હારજીયાનમ વાપરવું.
• જીજેઓએચ-૨,૩,૪ પરભણી ક્રાંતિ, હિસ્સાર, ગુ.હાઈ.ભીંડા-૧, ગુ.ભીંડા-૨ જીઓ-૩, જીએઓ-૫ ભીંડાનું વાવેતર કરવું.
• જી.જે.એસ.જી-૨ ગલકાનું વાવેતર કરવું.
• દક્ષિણ ગુજરાત માટે સુરતી હિસ્સાર, ગુ.હાઈ.ભીંડા-૧, ગુ.ભીંડા-૨ જીઓ-૩, જીએઓ-૫ ભીંડાનું વાવેતર કરવું.
• જી.જે.એસ.જી-૨ ગલકાનું વાવેતર કરવું.
• દક્ષિણ ગુજરાત માટે સુરતી જાતના રીંગણાનું વાવેતર કરવું.

ટીસ્યુકલ્ચરની અગત્યતા અને ખેતીમાં ફાયદાઓ
• બાગાયતી પાકોમાં પસંદગીના છોડ / વૃક્ષનું ખૂબ જ ઝડપી વર્ધન કરી મૂળ માતૃછોડ જેવા જ ગુણધર્મો ધરાવતા અસંખ્ય છોડ મોટા પાયે તૈયાર કરી રોપણી માટે આપી શકાય છે. દા.ત. કેળા, શેરડી
• રોગ-જીવાત તેમજ અન્ય જૈવિક તેમજ બીન જૈવિક પરિબળો સામે ટકે તેવી જાતો વિકસાવી શકાય છે.
• વધુ પોષકતત્વો ધરાવતી જાતો જેવી કે, સ્વીટકોર્ન (મકાઈ) અને વધુ વીટામીન ધરાવતી ગોલ્ડન રાઈસ ( ચોખા) મેળવી શકાય છે.
• જીવરસક સંકરણ કરી દૈહિક સંકર છોડ મેળવી શકાય છે.
• વિવિધ પાકોમાં ભિન્નતા ઉત્પન્ન કરી સારા ગુણધર્મો ધરાવતી જાતો વિકસાવી શકાય છે.
• વધારે જનીનીક ભિન્નતા ધરાવતી જાતો વચ્ચેના સંકરણ દરમ્યાન ભ્રુણનો વિકાસ કરી સંકર છોડ મેળવવા માટે ભ્રુણ કલ્ચરનો ઉપયોગ કરી શકાય છે.
• બિયારણની સ્ફુરણશકિત ઓછી હોય, બીજ ઉત્પન્ન થતુ ન હોય તેવા પાકો માટે ઝડપી વૃÂધ્ધ માટે ખૂબ જ ઉપયોગી.
• લુપ્ત થતી ઔષધિય વનસ્પતિનુ સંરક્ષણ કરી શકાય છે.
• સૌથી અગત્યની બાબત એ છે કે પાકના છોડ/રોપાઓ વર્ષ દરમ્યાન ગમે ત્યારે મેળવી શકાય છે.
• ટીસ્યુકલ્ચરથી તૈયાર થયેલા રોપાના વાવેતરથી વધારે ઉત્પાદન મળે છે કારણકે આ રોપાઓ સંપૂર્ણ રોગમુકત હોવાથી તેની વૃદ્વિ ખુબ જ સારી થતી હોય પાકમાં આશરે ર૦ થી રપ % જેટલુ વધારે ઉત્પાદન મળે છે.
• ટીસ્યુકલ્ચરથી તૈયાર થયેલા રોપાની કિંમત ઉંચી શા માટે હોય છે કારણ કે પ્રયોગશાળાનો સ્થાપનનો ખર્ચ તેમજ તેની
આભાર – નિહારીકા રવિયા નિભાવણી ખર્ચ (શુધ્ધ પાણી, ઈલે.બીલ, કિંમતી રસાયણો, વૃÂધ્ધ નિયંત્રકો વગેરે) ચીલાચાલુ પધ્ધતિ કરતા વધુ હોવાને કારણે આ રોપાની કિંમત વધુ હોય છે. આ રોપા પ્રયોગશાળામાં નિયંત્રીત વાતાવરણમાં થાય છે.
• જનીન વિભાગ અને પાક સંવર્ધન વિભાગ દ્વારા ટીસ્યુકલ્ચર પધ્ધતિથી કેળાના રોપાનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવે છે.
• ટીસ્યુકલ્ચર પધ્ધતિથી ખેડૂતોને તંદુરસ્ત, રોગમુકત અને વધુ ઉત્પાદન અને ઉંચી ગુણવત્તા ધરાવતી જાતોના રોપા મળે.
બાગાયતી પાક:
• ઉતાર્યા પછીની વેપરહીટ ટ્રીટમેન્ટ, ઈરાડીએશન, મુકુંલી, ગ્રેડીંગ, હોત વોટર માવજત, રાઈપનીંગ વિગેરે જે તે પાક માટેની માવજત આપતા બગાડ અટકે છે અને ગુણવત્તા સચવાય છે. હવે નિકાસ માટે આ અનિવાર્ય છે.
• નાના ફળ પાકોને પવન અને વરસાદથી બચવા રક્ષણ આપો,
• નાળિયેરીમાં બટન ખરતા અટકાવવા ફુલ કોતળા ખુલ્યા બાદ એક માસે ૨-૪-ડી ૨૦ મિ.લિ. એક લિટર પાણીનું દ્રાવણ બનાવી અઠવાડિયાના ગાળે ફુલ કોથળા પર ચાર વખત છંટકાવ કરવો.

ફળપાકની જાતરોપણી અને
રોપણી બાદની કાળજીઓ
• ભલામણ મુજબની જ જાત અપનાવવી.
• વરસાદ થયેથી ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
• મૂળકાંડ ઉપરથી ફુટેલ નવી કૂંપળો દૂર કરવી.
• વૃધ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી છાંટણી કરવી.
• દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાશ કરી શકાય.
• ફળ પાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.
• કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમ તાપથી રક્ષણ માટે વાડોલીયુ બનાવવું.
• વરસાદ ખેંચાય ત્યારે ૮ થી ૧૦ દિવસે પિયત આપવું.
• વરસાદ દરમ્યાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.
• છોડ ફરતે સમયાંતરે ગોડ તથા નિંદામણ કરવું.
• પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ-જીવાત સામે સમયસર પગલાં લેવા.
• ઉપરોકત તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.
નેનો ટેકનોલોજી:
• નેનો ટેકનોલોજી એટલે અણુનો નાનામાં નાનો ભાગ છે. અણુ દ્વારા જ શક્ય બને છે અને તેની અસરકારકતા અનેક ગણી વધી જાય છે. હાલ આરોગ્ય, ઇલેક્ટ્રોનીક અને ઉર્જા ક્ષેત્રે વ્યાપક ઉપયોગ થઈ રહેલ છે. એગ્રીકલ્ચરમાં પણ પ્રાયોગિક ધોરણે ઉપયોગ થવા માંડ્યો છે. તેમાં ખાસ કરી નેનો સીડ, નેનો ફર્ટીલાઈઝર્સ, નેનો વીડીસાઈડ, પ્રીસીસન ફાર્મીંગ, ફૂડ પ્રોસેસીંગ, ફૂડ પેકેજીંગ, નેનો બાયોડીગ્રેડેબલ પેકેજીંગ વિગેરે ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગ વધતા કૃષિમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. જે ખેતીની સીકલ બદલી નાખશે.