મગફળી: સફેદ માખી, મોલોમશી તથા તડતડીયા:
ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધારે હોય ત્યારે જંતુનાશક દવાઓ જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા, સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા થાયોમિથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એસ ૩ ગ્રામ અથવા થાયમીથોસક્ઝામ લમ્ડા સાયહેલોથ્રિન૨૨ ઝેડ.સી. ૨.૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજા છંટકાવ કરવો.
મગફળીના છોડ લોહતત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીંબુના ફૂલનું દ્રાવણ મગફળીના થડ અને ડોડવાના સડાનાં અસરકારક નિયંત્રણ માટે ૧૨૫ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.
કપાસ: થ્રીપ્સ, સફેદ માખી, તડતડીયાનાં નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનુ પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બ્યુવેરીયાબાસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા સફેદ માખી અને થ્રીપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો તીતીઘોડોનાં નિયંત્રણ માટે સાયપરમેથ્રીન ૧૦ ટકા શેઢા પાળા પર છંટકાવ કરવો અથવા ક્લોરપાઈરીફોસ ૪ લિટર રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટરમાં ઉભા પાકમાં પૂંખી દેવું.
બાજરીઃ બાજરામાં ૮૦-૪૦-૦ ના.ફો.પો. તથા ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ૨૦ કિલો/હે. આપવું. બિયારણનો દર ૫ કિ.ગ્રા. / હે પ્રમાણે રાખવો. પારવણી કરાવી અને ખાલા પુરવા.
અડદઃ ચણા-મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ – સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમનો ઉપયોગ કરો.
ભૂકીછારો: કોઈપણ પાકમાં આ રોગમાં પાનની સપાટી પર સફેદ પાવડર છાંટયો હોય તેમ અનિયમિત આકારના ધબ્બા જાવા મળે છે. ભૂકીછારા રોગના ચિહનો જાવા મળે કે તુરત જ વેટેબલ સલ્ફર પ૦ ટકા (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ડીનોકેપ ૪૮ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ટાઈડેમોર્ફ ૮૦ ઈ.સી. (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વેટેબલ પાવડર (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનાઝોલ
પ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી)નો જરૂર મુજબ છંટકાવ કરવો.
બાગાયત
કેળઃ
ભલામણ જાતોઃ ગ્રાન્ડ નાઈન, બરસાઈ,શ્રોમંતિ, લોખંડી, રોબસ્ટા વગેરે અને વાવેતર સમય ઃ ૧૫ જૂન થી ૧૫ ઓગસ્ટ
અંતરઃ ૧.૮-૧.૮ મી. અથવા ૧-૧.૨-૨.૦મી.ના જાડિયા હારમાં કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઇ શકાય
કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મીકમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું. ફળ પાકો ઉમરમાં નાના હોય ત્યારે ખરીફ તેમજ રવી ઋતુમાં શાકભાજી જેવા આંતર પાકો લઈ વધારાની આવક મેળવવી.
જામફળ ઃ
જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.
આંબાઃ
આંબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની ડાળીઓ દુર કરો.૩ વર્ષમાં કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.
કેળ – પૈપૈયા ઃ
કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પદ્ધતિથી વાવેતર કરો.
પપૈયાઃ
ષ્ પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ પ્રી છોડદિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિને એક સરખા હપ્તામાં આપવું.
પશુપાલન
મે માસમાં બાકી રહેલ જાનવરોમાં ગળસુંઢા તથા ગાંઠીયા તાવનું રસીકરણ કરાવી લેવું.
ખરવા – મોવાસાની દર છ માસે આપવાની થતી રસી અપાવવી.
જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા. જેથી ગરમીના સમયે આરામદાયક રોગ માટેની વધારાની રસી મુકાવવી.
પશુપાલનમાં ચાફ કટરની અગત્યતા
પશુપાલનમાં ચાફ કટરની અગત્યતા
પશુઓના નિભાવ માટે આપણે ત્યાં ખેતીની આડ પેદાશો જેવી કે, બાજરી, જુવાર, ડાંગર, મકાઈના પૂળા તેમજ ઘઉંનું ભૂસુ, મગફળી તથા ચણા જેવા કઠોળ પાકોનું ગોતર વગેરેનો ઉપયોગ થાય છે.
ઉનાળાની ઋતુમાં લીલા ચારાની ઘણી અછત હોય છે તે ઉપરાંત સુકા ચારાના ભાવ પણ
આસામને પહોંચે છે.
આવી
પરિસ્થિતિમાં પશુઓ દ્વારા થતો ચારાનો બગાડ આપણને
પરવડે તેમ નથી.
ઉપરોક્ત સમસ્યાઓના ઉકેલ માટે આર્થિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સરળ ભૌતિક પદ્ધતિ
ચાફ કટર અપનાવવાથી પશુ ઉત્પાદન, નિભાવ તેમજ ઉછેર સરળ બની શકે છે અને ખર્ચમાં પણ ૨૫ – ૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.