* મગફળીઃ
• ઉનાળુ મગફળી માટે ખેડકાર્ય પૂરું કરી વાવેતર માટે તૈયાર કરાવી.
• ઉનાળુ મગફળીનું બિયારણ સર્ટિફાઈડ વાળું ખરીદી લેવું.
• ઉનાળુ મગફળી માટે અનુકૂળ હોય તે જ બિયારણ ખરીદવું.
* ઘઉં
• સૌરાષ્ટ્ર વિસ્તારની મધ્યમ કાળી છીછરી જમીનમાં ઓરવાણ ઘઉંને કુલ ૧૦ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. પ્રથમ પિયત વાવેતર બાદ તરત જ, બીજું વાવેતર બાદ ૫-૬ દિવસે, ત્રીજું વાવેતર બાદ ૨૧-૨૨ દિવસે અને બાકીનું પિયત ૮-૧૦ દિવસે આપવું.
• દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન વિસ્તારમાં ઘઉંના પાકનું વાવેતર કરતાં અને જ્યાં પિયત પાણી પૂરતું છે એવા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ઘઉંના પાકને ૧૪ પિયત (અઠવાડિયાના અંતરે) આપવાથી ૨૦ ટકા વધુ દાણાનું ઉત્પાદન તેમજ વધારાનો ચોખ્ખો નફો મેળવી શકાય છે. પરંતુ ચોખ્ખા વળતરને લક્ષમાં લેતાં ૯ પિયત આપવા હિતાવહ છે.
* ખાતર
• ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જરૂરી છે.
• ખેતીમાં ઓછી ખર્ચાળ પદ્ધતિઓ જેવી કે ખેતરના સેન્દ્રિય કચરાનો ફેર ઉપયોગ કરવો, લીલો પડવાશ કરવો અને ઓછા ખર્ચવાળા બાયો ઈનપુટ જેવા કે જૈવિક ખાતર, અળસિયનું ખાતર તેમજ સેન્દ્રિય કચરાને કોહવામાં મદદરૂપ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેનાથી ૨૫ થી ૫૦ % સુધી ખેતી ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦ % જટલો ઉત્પાદનમાં વધારો થાય છે.
• જમીનની સ્વાસ્થ્ય ચકાસણી આધારિત જરૂરી માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે. મોંઘા રાસાયણિક ખાતર તથા તે ઉપરની સરકારી સબસિડીમાં બચત થાય છે.
* નિંદામણ
• ખેડૂતો પાક-નીંદણ હરિફાઇ ગાળાનાં અતિ મહત્વના સમયમાં છે. (વાવણી પછીનાં ૨૦ થી ૪૫ દિવસ સુધી)
• પોતાનાં ખેતરને નીંદણ મુક્ત રાખીને પાક ઉત્પાદનમાં ૨૦ % સુધીનો વધારો લઇ શકે છે.
• રાસાયણિક, યાંત્રિક-ભૌતિક પધ્ધતિઓનાં સમન્વયવાળી સંકલિત નીંદણ વ્યવસ્થાપન પધ્ધતિ અપનાવવી.
• ખેતરમાં નીંદણનાં બીજથી મુક્ત સારૂં કહાવાયેલું છાણિયું ખાતર વાપરવું.
• પરોપજીવી નીંદણોનાં વ્યવસ્થાપન માટે પાકની ફેરબદલી અપનાવવી.
• વાવણી પહેલા ખેતરમાં પિયત આપી ઉગી નીકળતા નીંદણનો નાશ કરવો.

  • પાકનું નામ:  મરચી, રીંગણી, ટમેટી
    મરચી, ટમેટી
  • રોગનું નામ: ધરૂ
    મૃત્યુ તથા સુકારો
    કોકડવા
  • રોગના ઓળખ ચિહ્નો: ધરૂવાડીયામાં છોડ ચીમળાઈને / સુકાઈને મરી જાય છે.
    પાન કોકડાઈ જાય, વાંકા વળી જાય અને છોડ નાનો રહે.
  • નિયંત્રણના પગલાં:બીજને કાર્બેન્ડાઝીમનો પટ્ટ આપવો (૨ થી ૩ ગ્રામ / કિલો) ૧૫ દિવસ બાદ મેટાલેકસીલ એમ ઝેડ (રીડોમીલ) ૨૭ ગ્રામ / ૧૦ લિટરનું દ્રાવણ એક લિટર/ચો.મી. મુજબ ઝારાથી કયારામાં નિતારવું.
    રોગવાળા ધરૂને શરૂઆતથી ઉપાડી નાશ કરવો. ત્યાર બાદ ડાયમેથોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિટરનો વારાફરતી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.
    * પુરતા ભાવ મેળવવા
  •  ખેડૂતો ધ્વારા કૃષિ ઉત્પાદનનો બગાડ અટકાવવા માટે અદ્યતન પોસ્ટ-હાર્વેસ્ટ હેન્ડલિંગ (યોગ્ય સમય અને પદ્ધતિથી લણણી, યોગ્ય રીતે એકઠા કરવા, સ્વચ્છ પાણીથી ધોઈ સૂકવવાં) પેકેજીંગ, પરિવહન તેમજ સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે જેથી ૨૦ થી ૪૦ % વધારે ખેત પેદાશ પ્રાપ્ય બને અને આવકમાં વધારો થાય.
  •  ખેડૂતોએ પોતાના ખેતરમાં ગ્રેડિંગ અને સામાન્ય પેકિંગ કરવું જોઈએ જે તેમના ઉત્પાદનના આશરે ૨૦% જેટલો ઊંચા ભાવો મેળવવામાં મદદરૂપ થશે.
  •  રાષ્ટ્રીય સ્તરે વિવિધ બજારો/એ.પી.એમ.સીમાં જુદા જુદા ભાવોનો લાભ મેળવવા ખેડતોંએ એ.પી.એમ.સીમાં ઈ-નામ સુવિધા હેઠળ નોંધણી કરાવવી જોઈએ.
  •  ખેડૂતોએ ઉત્પાદનોના ઊંચા ભાવ માટે નજીકના ખેડૂત બજારમાં વેચાણ કરવું જોઇએ. આમ કરવાથી મધ્યસ્થીઓના શોષણને પણ નિયંત્રણમાં લાવી શકાય છે.

*બાગાયત
• લીબુમાં થડેથી નીકળતા પીલા દૂર કરવા તથા ભલામણ મુજબના ખાતરો આપી દેવા.
• કેળ પાકમાંથી રોપણીના એક મહિના બાદ ૫૦૦ મિ.લિ. ૦.૫% ટ્રાયકોડમાં અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું.
• કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે “કેળની ગણદેવી સિલેકશન” જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.
• દાડમની ખેતીમાં ગાઠયા કૃમિના નિયંત્રણ માટે મધ્ય ગુજરાતનાં દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨ઠ૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે દિવેલી ખોળ ૨ ટન /હે. ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દુર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળ નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.
* આંબામાં ભૂકીછારાના નિયંત્રણના પગલા
• ૧. કાર્બેનડેન્ઝીમ ૫૦ ડબલ્યું.પી ૧ ગ્રામ/લિટર
• ૨. કોપર ઓક્સીક્લોરાઇડ ૫૦ ડબલ્યું.પી ૨.૪ ગ્રામ/લિટર
• ૩. ડાયનોકેપ ૪૮% ઈસી ૦.૫ ગ્રામ/લિટર
• ૪. હેક્સાકોનાઝોલ ૫% એસસી ૨ મિ.લિ./લિટર
• ૫. સલ્ફર ૮૦% ડબલ્યું.પી ૩- ૪  ગ્રામ/ લિટર
• ૬. ટેટ્રાકોનાઝોલ ૩- ૮% ઈડબલ્યું ૧.૨૫ ગ્રામ/ લિટર
* બોર: ભૂકીછારો
• રોગની શરૂઆત થાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ વે.પા. ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. બીજા બે છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.
• પાણીની અછતવાળા વિસ્તારમાં ગંધકની ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે રાખ સાથે ભેળવીને સવારના સમયે ઝાકળ હોય ત્યારે રોગની શારૂઆત જણાય કે તરત જ છંટકાવ કરવો.
રાઈઃ નાઇટ્રોજન ૧૨.૫ કિલોગ્રામ / હેક્ટર વાવેતર બાદ ૩૦ અને ૬૦ દિવસે આપવો.
*રાઈની માખી
• ઉપદ્રવની શરૂઆતમાં ઈયળોને હાથથી વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો.
• આ જીવાતની વસ્તી ૨ ઈયળ / ચો. ફુટ કરતા વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો કિવનાલફોસ ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
* મકાઈઃ
મકાઈ: પાનનો સુકારો / ટર્સીકમ લીફ બ્લાઈટ
• રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર / ૧૦ લિટર પાણી) નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવો અથવા એઝોકસીસ્ટ્રોબીન ૧૮.૨ % ડાયફેનોકોનાઝોલ ૧૧.૪ % એસસી (૯.૨ મિ.લિ. / ૧૦ લિટર પાણી) ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
* દિવેલાઃ ડોડવા (ઘાંટા) કોરી ખાનાર ઈયળ
• ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવી ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય.
• બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીનથી નિયંત્રણ કરી શકાય.
• રીંગણ, ટમેટી, મરચી તથા ડુંગળીના ધરૂવાડીયામાં આવતા રોગો તથા તેનું નિયંત્રણ.