મગફળી
સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે જેના નિરાકરણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને ૧૦ ગ્રામ સાઈટ્રીક એસિડ (લીંબુના ફૂલ (૧૦ લિટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.
ગેરૂ
આ રોગ પકસીનીયા એરીચીડીસ નામની ફુગથી થાય છે. ગેરૂ રોગના લીધે દાણાની ગુણવત્તામાં પણ અસર થાય છે. આ રોગને લીધે છોડના પાન ઉમર પહેલા સુકાઈ જાય છે જેને લીધે ચારાની ગુણવત્તામાં પણ અસર થાય છે.
રોગના લક્ષણો
આ રોગની શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર ટાંચણીના માથાં જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકા દેખાય છે અને આ ટપકાની બરાબર ઉપરની સપાટી પીળી પડે છે. વખત જતા આવા ગેરૂના ટપકા પાનની ઉપરની સપાટી પર અને જા રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો છોડની દાંડી પર પણ આછા ટપકા જાવા મળે છે. રોગવાળા પાન સુકાઈને ખરી પડે છે. આ રોગને કારણે ડોડવામાં દાણા પુરા ભરાતા નથી અને ગુણવત્તા નબળી રહે છે.
નિયંત્રણ
• ચોમાસુ પાક લીધા પછી મગફળીના અરોડા છોડનો નાશ કરવો જેમાં પ્રાથમિક રોગના બીજાણુઓ રહેલા હોય છે.
• મગફળીનો પાક ૩પ થી ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ ૦.ર ટકા (૧૦ લિટર પાણીમાં રપ ગ્રામ) અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦પ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) ના ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા. વાવેતર બાદ ૪૦ દિવસે હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ૯ અને ૬૦ અને ૮૦ દિવસે ટાલ્કમ પાવડર આધારિત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ અથવા હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરવો.
• પાયરેક્લોસ્ટ્રોબિન અથવા કાર્બેન્ડાઝીમનો પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયે અને બાકીના બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા. અથવા રોગ દેખાય એટલે હેકઝાકોનાઝોલ પમ્પમાં ૨૫ થી ૩૦ મિ.લિ. નાખી છંટકાવ કરવો બીજા છંટકાવ ૧૫ દિવસે શાર્પ ૨૦ મિ.લિ. પમ્પમાં નાખી છંટકાવ કરવો.
કપાસ
• ગુલાબી ઈયળ
• ચુસીયા પ્રકારની જીવાત
• કપાસમાં કાબરી, લીલી, ગુલાબી અને લશ્કરી ઈયળ માટેનાં ફેરોમોન ટ્રે૫ મળે છે. ફેરોમોન ટ્રે૫માં ઉ૫રોકત જીવાતનાં નર ફૂદાં આકર્ષાઈને આવે છે જેથી જીવાતના નિયંત્રણનાં ૫ગલા લેવામાં અનુકૂળતા રહે છે.
• લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળોના નર ફૂદાના સામૂહિક એકત્રીકરણ માટે વીઘા દીઠ ૫ થી ૬ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને લ્યુર દર ૩૦ દિવસે બદલવી જાઈએ.
• ફેરોમોન ટ્રે૫ કપાસની ટોચથી ૧-૧.૫ ફૂટ ઉંચાઈએ રાખવા.
• ગુલાબી ઈયળનાં ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેકટરે ૩૦ થી ૩૫ ફેરોમેન ટ્રેપ ગોઠવવા.
• ચુસીયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડનો છંટકાવ કરવો. કપાસમાં મૂળખાઈના રોગનાં નિયંત્રણ માટે કોપર ઓકઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી ડ્રેન્ચીંગ કરવું.
• કપાસની સારી વૃધ્ધ વધારવા માટે નેપ્થેલીન એસીટીક એસિડનો ૫૦ અને ૭૦મા દિવસે છંટકાવ કરવો.
તલ
• તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસિડ(ૈંછછ) ૧ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો.
• પાન/ થડનો સુકારોનાં નિયંત્રણ માટે કોપરઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજા છંટકાવ ૧૫ દિવસે કરવો.
સૂર્યમુખી
• સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લિ./હેક્ટર અથવા લીલી ઈયળનું એન.પી.વી. ૨૫૦ લિ./હેક્ટર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટનો છંટકાવ કરવો.
દિવેલા
• જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.
ડાંગર
• ડાંગરની સીરા પધ્ધતિથી પણ વાવેતર કરી શકાય. ખાતરનો જથ્થો ૪૦% નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ રોપણી સમયે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે
• ચૂસીયાંનો ઉપદ્રવ જાવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું.
બાગાયત
• ઘનીષ્ટ પદ્ધતિમાં વાવેતરના અંતરો ઘટાડતાથી નોંધપાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે.
• દરેક ફળઝાડને સમયસર સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો આપવા જાઈએ. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળપાકની જાત, ઝાડની ઉમર તથા જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવું.
વરસાદ પહેલા ચાસ ખુલ્લા રાખવા
વરસાદ પહેલા ચાસ ખુલ્લા રાખવા
• વરસાદ પહેલા ચાસ ખુલ્લા રાખવાથી પહેલા વરસાદથી પડેલ
પાણી વધુમાં વધુ
જમીનમાં ઉતરે છે. જેથી જમીનમાં તળમાં પાણી ઉમેરાય છે તેમજ વાવણી માટે પુરતો ભેજ પણ ઉપયોગી બને છે.
ડો.જી.આર.ગોહિલ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ – ૯૨૭૫૭૦૮૩૪૨