* મગફળી:
વાવેતર પછી જીવાત નિયંત્રણના પગલાઓ:
♦ જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. રપ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
♦ ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જાવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. અથવા કવીનાલફોસ રપ ઈ.સી. હેકટરે ૪ લિટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનું હોય ત્યારે આ જીવાતના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લિટર દવા પ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.
* ઉનાળુ બાજરીઃ
♦ સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ.
♦ પાકના ઉગાવા પછી ૩૦ દિવસે પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન મિશ્રણ કરી છંટકાવ કરવો.
(૧) બિયારણનો દર વધુ રાખી ‘ડેડ હાર્ટ’ વાળા છોડ દુર કરવા.
(૩) નિમાર્ક ૩૦ મિ.લિ./૧૦ લિ. પાણીમાં બાજરીના ઉગાવા બાદ ૧૦, ર૦ તથા ૩૦ દિવસે છંટકાવ કરવો.
તલના પાકમાં પાક્સંરક્ષણ
જીવાતનું નામ : ૧ પાન વાળનારી / બૈઢા ખાનારી ઈયળ, નિયંત્રણ : પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો.
જીવાતનું નામ : ૨ ગાંઠીયા માખી – નિયંત્રણ :ફોસ્ફામીડોન ૫ મિ.લિ. અથવા મીથાઈલ – ઓ- ડીમેટોન ૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાતનું નામ : ૩ પાન કથીરી : નિયંત્રણ :ડાયકોફોલ ૧૬ મિ.લિ. અથવા દ્રાવ્ય ગંધક ૧૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નિયંત્રણ સારૂ મળે છે.
જીવાતનું નામ : ૪ ભુતીયુ ફુદુ : નિયંત્રણ : ઉપદ્રવ ઓછો હોય તો ઈયળ હાથથી વીણી લેવી. ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવવું. મિથાઈલ પેરાથીઓન ૨ % ભુકી હેક્ટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે છાંટવી.
જીવાતનું નામ : ૫ ઉભડામાં લાગતા કાળા ભુરા ચુસીયા : નિયંત્રણ : તલના ઉભડા ફરતે મિથાઈલ પેરાથીઓન ૨ % ભુકીનો છંટકાવ કરવો. ઉભડા ઉપર કોઈ પણ સંજાગોમાં દવા છાંટવી નહિ. સંગ્રહ સ્થળે ઉપદ્રવ જણાય તો ૫૦૦ કિ.ગ્રા. તલ દીઠ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું ૫ ગ્રામનું એક પાઉંચ પ્રમાણે ફયુમીગેશન કરવું.
(૪) નીમ ઓઈલ: લીંબોળીનું તેલ ૦.૦પ % અને સાબુ ૪ ગ્રામ/લિ. પાણી સાથે બાજરીના ઉગાવા બાદ ૧૦ તથા ર૦ દિવસે છંટકાવ કરવો.
* મકાઈઃ
♦ સ્વીટ કોર્ન મકાઈ માટે માધુરી, અમેરિકન મકાઈ અથવા વિનઓરેન્જનું વાવેતર કરવું. અને રાસાયણિક ખાતર ૧૨૦-૬૦-૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.
*તલઃ ગુચ્છપર્ણનો રોગ ઉનાળું તલમાં જાવા મળે છે. રોગની અસરવાળા પાનની કીનારી નીચેની બાજુ ઢળી જઈ કોકડાઈ જાય છે. જેથી તેને પાનનો કોકડવા પણ કહે છે. ફુલ બેસવા સમયે ફુલનું પાનમાં રૂપાંતર થઈ જવાના કારણે પાનનો વિકૃત ગુચ્છ બને છે. જેથી બૈઢા બેસતા નથી. આ રોગ તડતડીયા નામની જીવાતથી ફેલાતો હોય છે. તડતડીયા નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૩ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટરમાં પાણીમાં નાખી છંટકાવ કરવો. રોગીષ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
* ડાંગરઃ ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે પુષ્ઠ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો.
* શેરડીઃ શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકા દળના પાળા ચઢાવવા અને પાંચમાં મહિને ભારે દળના પાળા ચઢાવવા અને છેવટના પાળા ચઢાવવા અને પાંચમાં મહિને ભારે દળના પાળા ચઢાવવા અને છેવટના પાળા ચઢાવતા પહેલા રસાયણિક ખાતરનો જથ્થો પૂરો કરવો.
♦ શેરડીના ડુંખવેધક, ટોચવેધક, ભીંગડાવાળી જીવાત, ચીટકો તથા સફેદ માખીના સંયુક્ત નિયંત્રણ માટે રોપણી વખતે શોષક પ્રકારની દાણાદાર દવા કાર્બાફ્યુરાન ૩ જી. ૫૦ કિલોગ્રામ મુજબ પ્રતિ હેકટરે જમીનમાં ચાસમાં આપવી.
* ચોળીઃ
* શાકભાજીઃ
♦ લસણમાં થ્રીપ્સનાં નિયંત્રણ માટે ડાયમીથોયેટ ૩૦% ઈ.સી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈ.સી. પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.
♦ જી.ટી.-૭ ટમેટાની જાતનું વાવેતર કરવું.
♦ મરચી અને ટામેટામાં કોકડવાનાં નિયંત્રણ માટે કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ / છોડ રીંગ પદ્ધતિથી આપવી. અને રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
* બાગાયતી પાકો
* બોરઃ પાક પૂરો થયા બાદ બોરના પાકને પિયત બંધ કરી આરામ આપવો. પિયત પાક માટે કરકસરપૂર્વક ૧૫ થી ૨૦ દિવસે પિયત આપવું.
* લીંબુઃ જરૂરીયાત મુજબ ૫ થી ૬ દિવસે થડને પાણી ન લાગે તે રીતે પિયત આપતા રહેવું.
*આંબોઃ દક્ષિણ ગુજરાતના આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને મધીયાના અસરકારક નિયંત્રણ માટે મોર આવવાના સમયે લેકાનીસીલીયમ (વટીસીલીયમ) લેકાની ૧.૧૫ વે.પા. ૫૦ ગ્રામ/૧૦ લિટર (૧૧૦૮ સી.એફ.યુ./ગ્રામ) અથવા બ્યુવેરીયા બેસીયાનાનો છંટકાવ કરવો અને ત્યાર બાદ બે વખત સાત દિવસના અંતરે અને ચોથો છંટકાવ વટાણા અવસ્થાએ તેમજ પાંચમો છંટકાવ લખોટા અવસ્થાએ કરવો.
* કેળઃ જાડિયાહાર પદ્ધતિથી(૧.૨ ૨ ૧.૨ ૨ ૨.૪ મી.) કેળાની ખેતી કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે કેળના પાકમાં નાઈટ્રોજન અને પોટાશ બંને ૧૫૦ ગ્રામ પ્રતિ છોડ (યુરીયા ૩૨૫ ગ્રામ અને મ્યુરેટ ઓફ પોટાશ ૨૫૦ ગ્રામ પ્રતિ છોડ) ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે ૩૦ હપ્તામાં ૭ દિવસના અંતરે તેમજ રોપણી સમયે ૫ કિ.ગ્રા./છોડ છાણીયું ખાતર અને ૯૦ ગ્રામ ફોસ્ફરસ (૫૬૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ) એક સરખા ત્રણ હપ્તામાં રોપણી બાદ ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને આપવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
♦ કેળની લુમને ઢાંકવા માટે સુકા પાનનો ઉપયોગ કરવો અથવા કંતાનથી લુમને ઢાંકવી.
* દાડમઃ પાણીની અનિયમિતતાના કારણે ફળ ફાટી જતાં હોય છે. જેમાં નિયમિત ૭ થી ૮ દિવસે પાણી આપવું.
* પપૈયાઃ થડ ઉપર એક મીટર ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાડવી.
* કુંવારપાઠુઃ કુંવારપાઠા માટે ગુજરાત આણંદ કુંવારપાઠુ -૧ નું વાવેતર કરવું.
* પશુપાલનઃ જે વિસ્તારમાં બ્રુસેલોસીસ રોગ જાવા મળતો હોય તેમાં ૪-૬ માસની પાડી / વાછરડીમાં રસી મુકાવવી જાઈએ. જે જીવનમાં ફક્ત એક જ વાર આપવાની હોય છે.
♦ ૪-૬ માસના બચ્ચાઓને ધીરે – ધીરે અન્ય ખોરાક તરફ વાળી દૂધનું પ્રમાણ ઓછું કરવું.
♦ ત્રણ માસથી વધુ ગર્ભકાળવાળી માદાઓમાં યોનિભ્રંશ થતો હોય તો દર ૧૫ – ૩૦ દિવસના અંતરે ઠંડકના ઈન્જેકશન આપવાની શરૂઆત કરવી જે વિયાણના એક માસ બાકી હોય ત્યારે બંધ કરવા.
ગુણવત્તાસભર બીજની અગત્યતા અને ઉત્પાદનના ધારાધોરણો
કૃષિ પાકોનું નિર્ધારિત ઉત્પાદન વધારવા માટે નવી જાતોનું સંશોધન, તેનું પૂરતા જથ્થામાં વિશ્વાસપાત્ર શુધ્ધ બિયારણનું ઉત્પાદન અને અસ૨કા૨ક વિતરણ વ્યવસ્થા એ ભવિષ્યની જરૂરિયાત છે. રાષ્ટ્ર ૨૦૦૨ની ‘સીડ પોલિસી’ મુજબ હવે પછી કૃષિ ઉત્પાદન વધારવા માટે બીજનો બદલાવ (રીપ્લેસમેન્ટ) દર વધા૨વાની દિશામાં સૂચક પગલાં ભરવાની જરૂર છે, સાથે સાથે બીજ ઉત્પાદનના વૃધ્ધિમાં વધારો કરવો અત્યંત જરૂરી છે.
કૃષિ ઉત્પાદન વધારવા અને નિર્ધારિત ઉત્પાદન મેળવવા માટે સુધારેલ જાતોની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા શુધ્ધ બિયારણની સમયસર ઉપલબ્ધ એ અગત્યનું પરિબળ છે. પ્લાન્ટ બ્રીડર દ્વારા નવી જાત વિકસાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા એ છે કે સુધારેલ જાત / હાઈબ્રીડસ પ્રવર્તમાન જાતો હાઈબ્રીડસ કરતાં ઉત્પાદન ઉપરાંત અગત્યના લક્ષણોમાં ચઢિયાતી હોવી જોઈએ, તદ્ઉપરાંત તેની ઉત્પાદન આપવાની ક્ષમતા વર્ષોવર્ષ જળવાઈ રહેવી જોઈએ. સુધારેલ જાતોના અગત્યના લક્ષણો નીચે દર્શાવ્યા મુજબ હોવા જરૂરી છે.
♦ સુધારેલ જાતની ઉત્પાદન ક્ષમતા પ્રવર્તમાન જાત કરતાં વધુ હોવી જરૂરી છે.
♦ સુધારેલ જાતની વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા સતત જળવાઇ રહેવી જાઇએ.
♦ સુધારેલ જાતનો વૃધ્ધિ અને દેખાવ એકસરખો હોવો જરૂરી છે.
♦ સુધારેલ વાવેતર હેઠળની અન્ય સ્થાનિક જાતો કરતાં સરળ રીતે અલગ પડવી જાઇએ.
♦ સુધારેલ જાત ઉત્પાદન વધા૨વાના ઘટકો જેવા કે જૈવિક ખાતર, સેન્દ્રીય ખાતર, રાસાયણિક ખાતર, પાક સંરક્ષણના પગલાં, પિયત વિગેરેનો અર્થક્ષમ પ્રતિભાવ આપતી હોવી જરૂરી છે.
♦ સુધારેલ જાત વિષમ વાતાવ૨ણીય પરિબળો જેવા કે પાણીની ખેંચ, વધુ પડતો વરસાદ, કમોસમી વરસાદ, પાણીનો ભરાવો, વરસાદ સાથેનું વાવાઝોડું, વધુ પડતી ગરમી અથવા ઠંડી, હિમની પરિસ્થિતિનો પ્રતિકાર કરી ઉત્પાદન આપવાની ક્ષમતા જાળવી રાખે તેવી હોવી જોઈએ.
♦ સુધારેલ જાતના દાણાની ગુણવત્તા વધારે બજાર ભાવ આપે તેવી તેમજ વપરાશકારોની જરૂરિયાત મુજબની હોવી જોઇએ.