લાઠીના અડતાળા ગામે રહેતા એક પ્રૌઢને યુ-ટ્યુબના અધિકારીની ખોટી ઓળખ આપી ન્યુડ વીડિયો કોલનું સ્ક્રીન રેકો‹ડગ કરી, આ મહિલાએ આત્મહત્યા કરી છે અને એફઆઈઆર થઈ છે તેમ કહી બ્લેકમેઇલ કરી રૂ. ૫,૭૭,૦૦૦ની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે હિરાભાઈ ખોડાભાઈ પરમાર (ઉ.વ.૬૫)એ ૬૨૬૨૪૪૨૧૯૨ ૮૫૦૯૫૫૦૮૬૦, ૮૮૭૬૮૧૭૭૫૭ ના વોટ્સએપ એકાઉન્ટ ધારક-વાપરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમને ન્યુડ વીડિયો કોલ કરી પોલીસ અધિકારી અને યુ-ટ્યુબના અધિકારીની ખોટી ઓળખ આપી આ ન્યુડ વીડિયો કોલનું સ્ક્રીન-રેકો‹ડગ કર્યુ હતું. યુ-ટ્યુબ અને બીજા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી, હ્લૈંઇ થયેલ છે, ન્યુડ વીડિયોમાં જે મહિલા છે તે મહિલાએ આત્મહત્યા કરી છે તેવી ખોટી હકીકત જણાવી બ્લેકમેઇલ કરી અવાર-નવાર રૂપિયાની માંગણી કરી હતી. આ ન્યુડ વીડિયો ડિલીટ કરાવવાના બહાને રૂ.૫,૭૭,૦૦૦ પડાવી લીધા હતા. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.