નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ નવા વર્ષમાં સીએનજી ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાયો છે. અદાણી સીએનજીના ભાવમાં કિલોએ ૧.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ પડશે.
ગુજરાતમાં સીએનજીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. હજી ગઈકાલે જ ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે અદાણી દ્વારા પણ સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. આદાણી સીએનજી દ્વારા આજે ૧.૫૦ રૂપિયાનો ભાવવધારો જાહેર કરવામં આવ્યો છે. હજી ગત મહિને ૩ ડિસેમ્બરના રોજ CNG માં ૨૨ પૈસાનો વધારો કરાયો હતો. જેના બાદ ૨ જાન્યુઆરીએ સીધો ૧.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. આ સાથે જ એક મહિનામાં અદાણી સીએનજી ૧.૭૨ રૂપિયા મોંઘું થયું છે. આ સાથે હવે અમદાવાદમાં સીએનજીનો ભાવ ૮૦.૪૮ રૂપિયા થઈ ગયો છે.
ક્યારે ક્યારે વધ્યો ભાવ
૧ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૬ જુલાઈ, ૨૦૨૩ – ૩૦ પૈસાનો વધારો
૧૬ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૧ ઓગસ્ટ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨ ઓક્ટોબર, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ – ૧ રૂપિયાનો વધારો
૩ ડિસેમ્બર, ૨૦૨૪ – ૨૨ પૈસાનો વધારો
૨ જાન્યુઆરી, ૨૦૨૫ – ૧.૫૦ રૂપિયાનો વધારો
સીએનજીના ભાવમાં વધારો થતા રીક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરો બની રહ્યો છે. કારણ કે, ભાવ વધવાથી તેમની હાલત કફોડી બની છે. અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલક એસોસિયેશન આ ભાવવાધારાનો વિરોધ કરી રહ્યો છે. સરકારમાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો.