(એચ.એસ.),ભરૂચ,તા.૨૬
ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થયા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેમને જણાવ્યુ કે વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તો લે છે.અધિકારીઓને માફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે.તેમના દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આખુ નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.આ સાથે જ મનસુખ વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માંગ કરી છે.સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરીને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના ઇન્દોર તથા નાના વાસણા ગામે રેતી ખનનની કામગીરી અંગે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જાકે અધિકારીઓએ સ્થળ પર તપાસ કરીને કાર્યવાહી કરવાના બદલે રેતી માફિયાઓને ભગાડી મૂક્યા હોવાના આક્ષેપ તેઓએ આ પોસ્ટ દ્વારા કર્યા છે.વધુમાં તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેક્ટર,પ્રાંત અધિકારી,ખાણ ખનીજ અધિકારી,પોલીસ અધિકારી,જિલ્લા તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ,અને રાજકીય નેતાઓની મિલીભગતથી રેતી માફિયાઓ બેરોકટોક ગેરકાયદેસરની પ્રવૃત્તિને સમર્થન આપી રહ્યાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વધુમાં સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્ય સ્તરની ટીમ બનાવવા માંગ કરી હતી.