(એ.આર.એલ),શ્રીનગર,તા.૨૭
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જારદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ ૮ લોકો ખાડામાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા.
પોલીસે જણાવ્યું કે સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તે કાબુ ગુમાવી દેતા ડેક્સમ પાસે રોડ પર ખાડામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ૫ બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત ૮ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસયા શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતના કારણો શું હતા? આની ખાતરી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર અરાશન જગ્યાએ પોલીસકર્મી ઇમ્તયાઝ અહેમદ તેના પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ પછી વાહન ખાડામાં પડી ગયું હતું. મૃતક ઇમ્તયાઝ કિશ્તવાડથી મડવા કિશ્તવાડમાં તેના ઘરે આવી રહ્યો હતો, જ્યાં તે પોલીસ ડ્યુટી પર તૈનાત હતો.