વિક્રમ ભટ્ટ હોરર શૈલીની ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. વિક્રમ ભટ્ટની નવી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમની નવી ફિલ્મનું નામ ‘તુમકો મેરી કસમ’ છે જે એક થ્રીલર ફિલ્મ છે અને તાજેતરમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના લોન્ચિંગ સમયે ફિલ્મની આખી કાસ્ટ હાજર હતી. આ થ્રીલર ફિલ્મમાં અનુપમ ખેર, અદા શર્મા અને ઇશ્વક સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘તુમકો મેરી કસમ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને નિમાર્તા મહેશ ભટ્ટ પણ પહોંચ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો હવે હેડલાઇન્સમાં છે. વીડિયો જોયા પછી, નેટીઝન્સ કહે છે કે અનુપમ ખેરે મહેશ ભટ્ટનું અપમાન કર્યું છે.
વીડિયોમાં, અનુપમ ખેર મહેશ ભટ્ટને બધાની સામે સ્ટેજ પરથી નીચે આવવા કહેતા જાઈ શકાય છે. વીડિયો જોયા પછી, યુઝર્સ કહી રહ્યા છે કે તે આ કેવી રીતે કરી શકે છે, કારણ કે અનુપમ ખેરે મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ કામ કર્યું છે. વીડિયોમાં, અનુપમ ખેર અદા શર્મા, ઇશ્વક સિંહ સાથે સ્ટેજ પર પોઝ આપતા જોઈ શકાય છે અને મહેશ ભટ્ટ પણ તેમની સાથે પોઝ આપવા માટે સ્ટેજ પર હાજર છે.
સ્ટેજ પર પોઝ આપતી વખતે, અનુપમ ખેર કોઈ વાતને લઈને ગુસ્સે ભરાયેલા જોવા મળે છે. આ સમય દરમિયાન તે અચાનક મહેશ ભટ્ટને કહે છે – ‘ભટ્ટ સાહેબ, તમારે હવે જવું જાઈએ.’ આના પર મહેશ ભટ્ટ ગુસ્સે થઈ જાય છે અને કહે છે- ‘ઠીક છે, મારે જવું જોઈએ?’ આટલું કહીને મહેશ ભટ્ટ સ્ટેજ પરથી નીચે આવવા લાગે છે અને અનુપમ ખેર તેમને ટેકો આપવા માટે હાથ લંબાવે છે. પણ, મહેશ ભટ્ટ પોતાનો હાથ હલાવીને નીચે ઉતરવા લાગે છે. મહેશ ભટ્ટને સ્ટેજ પરથી નીચે ઉતરતા જોઈને કોઈ પૂછે છે – ‘ભટ્ટ સાહેબ, તમે જઈ રહ્યા છો?’ જવાબમાં તે કહે છે- ‘મને જવાનું કહેવામાં આવ્યું છે.’
અનુપમ ખેર અને મહેશ ભટ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહેશ ભટ્ટનું વલણ જાઈને એક વાત સ્પષ્ટ થાય છે કે અભિનેતાની વાત સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. લોકો આ વીડિયો પર ટિપ્પણીઓ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે અનુપમ ખેરે મહેશ ભટ્ટ સાથે આવો વ્યવહાર ન કરવો જાઈતો હતો. કેટલાક લોકો કહે છે કે વીડિયોમાં ફિલ્મ નિમાર્તા-દિગ્દર્શક બીમાર દેખાય છે અને અનુપમ તેમની તબિયત ખરાબ હોવાથી તેમને ઘરે જવા માટે કહી રહ્યા છે.
‘તુમકો મેરી કસમ’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મની વાર્તા અનુપમ ખેરના પાત્રની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ ડો. અજય મુરિયાના જીવનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આઇવીએફ અને કોર્ટરૂમ ડ્રામા જેવા વિષયો પર બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અદા શર્મા, ઇશ્વક સિંહ અને એશા દેઓલ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.