વ્યક્તિ પોતાના વાણી – વર્તન વ્યવહાર દ્વારા જ અન્ય પર પોતાનો અમીટ પ્રભાવ પાડી શકે છે ને તેને કારણે જ તે સમાજમાં પ્રિય વ્યક્તિનું બિરૂદ મેળવી શકે છે. આવો જાણીએ કે અન્યને પ્રભાવિત કરવાની કળામાં તમે કેટલા માહેર છો ?….
(૭) તમારે કોઇને મળવા જવાનું છે, તેમણે આપને સવારે દસ વાગ્યે બોલાવ્યા છે. તમે કયા સમયે પહોંચવા ઇચ્છશો ?
(એ) નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા અડધા કલાક મોડા, કેમ કે તેમને મળતા દસના સાડા દસ વાગવાના જ છે. વહેલા જઇને શું કામ સમય બગાડવો.
(બી) સાડા નવ વાગે, જેથી તેમને લાગે કે હું સમયનું મહત્વ સમજુ છું.
(સી) બરાબર દસ વાગ્યે જ, કેમ કે વહેલા જઇને શા માટે મારો અને તેમનો સમય બગાડવો.
(૮) તમે કોઇને મળવા ગયા છો. તે વ્યક્તિ તમારથી ઘણી મોટી ઉંમરની છે, ઘરમાં તે વ્યક્તિ એકલી હોઇ, તમને ખુરશી પર બેસાડીને તે પાણી લેવા જાય છે. તો તમે શું કરશો ?
(એ) તરસ હોવા છતાં કહેશો કે, મને તરસ નથી તેમ છતાં પણ પાણી પીવું હશે તો પછીથી હું જાતે લઇ લઇશ. આપ બેસો.
(બી) જયારે તેઓ પાણી લઇને આવશે, ત્યારે ઔપચારિકતાવશ કહેશો, હું જાતે જ લઇ લેત તમે શા માટે તકલીફ લીધી.
(સી) એમાં શું પરેશાની છે, હું મહેમાન છું એટલે તેઓ પાણી તો આપવાના જ ને !
(૯) આપને એક બહુમાળીયા બિલ્ડીંગના સાતમા માળે જવાનું છે, તમે અને લગભગ ૬પ – ૬૮ વર્ષની એક વૃધ્ધ વ્યક્તિ લિફટની રાહ જાતા ઊભા છો ત્યારે ખબર પડે છે કે લિફટ બંધ છે, તો તમે શું કરશો ?
(એ) પેલી વૃધ્ધ વ્યક્તિ કેવી રીતે ઉપર ચઢશે, એનાથી તમને કોઇ મતલબ નથી. તમે ફટાફટ સીડી ચઢવાનું શરૂ કરી દેશો.
(બી) તમે ધીમે – ધીમે પેલી વૃધ્ધ વ્યક્તિની સાથે સીડી ચઢશો, પણ તમે તેમની સાથે ખાસ નિસબત નહીં રાખો.
(સી) તમે વિનમ્રતાથી પેલી વૃધ્ધ વ્યક્તિને પૂછશો કે, એમને કયા માળે જવું છે. પછી તેમનો હાથ ઝાલીને ધીમે ધીમે સીડીઓ ચઢશો. તેમને તેમના સ્થાને મૂકીને પછી જ તમે તમારા સ્થાને જશો.
(૧૦) તમારી દ્રષ્ટિએ સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરવાની સૌથી અસરકારક રીત કઇ છે ?
(એ) સામેવાળા પર સૌથી વધુ પ્રભાવ તો વ્યવહાર દ્વારા જ પાડી શકાય છે. સારા વ્યવહારથી દુશ્મનને પણ દોસ્ત બનાવી શકાય છે.
(બી) આધુનિક લાઇફ સ્ટાઇલ (જીવનની રહેણી – કરણી) જ પ્રભાવિત કરવાની સૌથી અસરકારક રીત છે.
(સી) કોઇને પણ પ્રભાવિત કરવા હોય તો સુખ – સાહ્યબી જ વધુ અસર પાડે છે. સામેવાળાને અહેસાસ થવો જઇએ કે તમે કોઇ આલતુ – ફાલતું વ્યક્તિ નથી.
પરિણામ
૩૧ થી પ૦: આપ અન્યને પ્રભાવિત કરવાની કળામાં માહેર છો. તમારા આત્મીય, હસમુખા અને મિલનસાર સ્વભાવને કારણે જ આ શકય બન્યુ છે. એના કારણે તમે હંમેશા ખુશ, પ્રસન્ન અને આનંદસભર જ રહેશો.
૧૬ થી ૩૦ઃ આપશ્રી અન્યને પ્રભાવિત કરવાની વેતરણમાં રહો છો, છતાં તેમ કરી શકતા નથી, કેમ કે તમારા સ્વભાવ, વાણી, વર્તન અને વ્યવહારમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે. બસ, પછી જુઓ તમે અન્યને પ્રભાવિત કરવાની કળામાં પારંગત બની જશો.
૦૦ થી ૧પ: અન્યને પ્રભાવિત કરવા એ આપના ગજા બહારની બાબત છે. એ માટે તો તમારે વાણી, વર્તન, હાવભાવ, વ્યવહાર અને સમજ એમ દરેક બાબતમાં બદલાવ લાવીને વ્યક્તિને સમજવાની જરૂર છે. પ્રયાસ કરશો તો ચોક્કસ તમે આ કળામાં નિપુણ બની શકશો.
તણખો
“શાણા માણસો બીજાઓના અનુભવોમાંથી ઘણુ બધુ શીખે છે, સામાન્ય માણસો પોતાના અનુભવમાંથી વધુ શીખે છે, અને મુરખ માણસો કોઇનાય અનુભવમાંથી કશુય શીખતા નથી.”