અમદાવાદના સરખેજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીએને માહિતી મળી હતી કે સરખેજના વણઝરમાં સાબરમતી નદીના કિનારે કેટલાક શખ્સો દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે રૂ. ૩,૪૦,૦૦૦ ની કિંમતનો ૧,૭૦૦ લિટર દેશી દારૂ, રૂ.૬,૩૦,૨૦૦ ની કિંમતનો ૨૫,૨૦૦ લિટર વોશ અને એક વાહન મળીને કુલ રૂ. ૧૩,૭૯,૬૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે કમોડ ગામમાં રહેતા શૈલેષ ઉર્ફે કાળો જશુભાઈ ચુનારાની ધરપકડ કરી હતી. જ્યારે નવ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.