અમદાવાદમાં ધોળકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ધોળકા-બાવળા રોડ પર સિંધરેજ ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે જારદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો. આ ગંભીર અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકનું મોત નિપજ્યું. મૃતદેહને પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો. મૃતકનું નામ જગદીશ રૂપસંગભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ધોળકા-બાવળા હાઈવે પરના અકસ્માતમાં યુવાન ભોગ બન્યો. હાઈવ પર સિંધરેજ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ ટક્કરના કારણે બાઈક ટ્રક નીચે ઘૂસી ગયુ હોવાનું વીડિયોમાં દેખાય છે. બાઈક ચાલક નીચે પટકાયો અને ઘટના સ્થળે જ ૧૯ વર્ષીય યુવકની મોત નિપજયું. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ટોળાંમાંથી એક શખ્સ દ્વારા પોલીસ અને એમ્બ્યુલ્સને જાણ કરવામાં આવી. દરમ્યાન અકસ્માતમાં લોકો ભેગા થવાનો લાભ ઉઠાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી ટ્રક અને બાઈકનો નંબર નોંધ્યો. ટ્રકના નંબરના આધારે ચાલકની માહિતી પોલીસ મેળવશે.
સિંધરેજ ગામના ૧૯ વર્ષીય યુવક કોઈ કામસર બાઈક લઈને જતો હતો. ત્યારે ટ્રક ચાલકની બેદરકારના કારણે યુવકના બાઈક સાથે અથડામણ થઈ. અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે નીચે પટકાતા જ યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. યુવકના મોતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. બાવળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તમામ સ્થિતિનો તાગ મેળવ્યો. ટ્રકનો નંબર નોંધી ફરાર ચાલકની શોધ કરવા હિલચાલ તેજ કરી છે.