અમદાવાદ શહેરમાં આઇજી તરીકે ફરજ બજાવતા નિવૃત આઇપીએસ ઓફિસર મયંકસિંહ ચાવડાની પત્નીએ જમીન વેચાણનું કહી પૈસા પડાવતા ઠગાઈની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નિવૃત આઇપીએસ ઓફિસર મયંકસિંહ ચાવડાની પત્ની મીનલબા ચાવડા સાથે તેમના ડ્રાઈવરે જમીન વેચાણના નામે પૈસા પડાવ્યા હતા. ગત વર્ષે ૧૦ નવેમ્બરનાં રોજ ડ્રાઈવર ભાવિક પંચાલે અમદાવાદનાં શીલજ ખાતે ૮૦ હજાર રૂપિયા લેખે જમીન વેચવાની માહિતી મળતાં તેમને મયંકસિંહ ચાવડા સાથે વાતચીત કરી જમીન દલાલ કેતુર ઠાકોર અને કોણ, ક્યારે વેચવાનું છે વગેરે જાણકારી મેળવી હતી. તેમજ જમીન જાયા બાદ ખરીદવાનું મન બનાવી મીનલબાએ પતિને કહી ટોકનનાં ૫ લાખ રૂપિયા અને ૧૩ લાખનો ચેક ડ્રાઈવરને આપ્યો હતો.
જ્યારે ડ્રાઈવર ભાવિક પંચાલનો મીનલબાએ સંપર્ક કર્યો ત્યારે ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યો હતો. દલાલે કહ્યું કે ખેડૂતને મળાવીશ, પરંતુ એ શક્ય બન્યું નહીં. જાણકારી મુજબ ૨૮ નવેમ્બર, ૨૦૨૪થી ડ્રાઈવર ભાવિક પંચાલનો ફોન બંધ આવતો હતો. મીનલબાએ દલાલનો સંપર્ક કર્યો તો તેને કહ્યું કે, તમે જમીન જાઈ ગયા પછી તેમને કોઈ ફોન આવ્યો નથી અને મળ્યો પણ નથી. ડ્રાઈવર કુલ રૂપિયા ૧૮ લાખ લઈ ફરાર થઈ જતાં ડ્રાઈવર ભાવિક વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.