હાઈકોર્ટનાં આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરનાં વિવિધ ચાર રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે. પકવાન ચાર રસ્તા પર જીય્-૨ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજીયાત છે. તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે.
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથ હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો છેહાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી બની ગઈ છે, ત્યારે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ૧૫ દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ કર્યો છે.કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ જે માર્ગદર્શન આપે છે તે અમે કરીએ છીએ. હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું, જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી છે.