અમદાવાદમાં મણિનગર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ ગઈ જેમાં હિન્દુ નવું વર્ષ, પ્રતિપદા દિનની શુભેચ્છા સાથે દિપ પ્રજવલ્લન દ્વારા બેઠકની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહામંત્રી પરેશભાઈ પટેલે અખિલ ભારતીય અધિકારી સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત સંગઠન મંત્રી અને પૂર્ણકાલિન કાર્યકર્તા સરદારસિંહ મચ્છાર તેમજ પલ્લવીબેન પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત અભિવાદન કર્યું અને એમના દ્વારા ગત મિટિંગમાં થયેલ ઠરાવનું વાંચન કરી થયેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી અને સૌએ ૐ ધ્વનિથી બહાલી સાથે અનુમોદન આપ્યું હતું. ગુજરાત પ્રાંતના અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલે વર્ષ દરમ્યાન શૈક્ષિક મહાસંઘ દ્વારા થયેલ કાર્યક્રમો તેમજ વિશ્વ મહિલા દિનની ઉજવણી વગેરે કાર્યક્રમોની વિગતે રજૂઆત કરી હતી.