અમદાવાદ શહેરમાં બહુચર્ચિત અને સૌથી વધુ ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭ એન્જીનિયર અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. વિજીલન્સ તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
અમદાવાદમા હાટકેશ્વર બ્રિજમાં માત્ર ૫ જ વર્ષમાં પુલ ખરાબ થવા લાગ્યો હતો. ગાબડા પડતા, વાહનચાલકોને જીવનું જાખમ હતું તેથી તેના સમારકામ અંગે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસનીસ અધિકારીઓને કોન્ટ્રાક્ટર અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં શંકા ઊભી થઈ હતી. બાદમાં ગુણવત્તાયુક્ત બ્રિજ બનાવવામાં આવ્યો ન હોવાનું સાબિત થતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
બ્રિજના નિર્માણકાર્યમાં ટેસ્ટ રિપોર્ટ પણ સંતોષકારક ન હોવાનું જણાતા તપાસ આગળ વધારાઈ હતી. લેબોરેટરી રિપોર્ટમાં પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન કરાતા આખરે તપાસના અંતે સાત અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર તેમજ ઁસ્ઝ્ર એજન્સી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર અજય એÂન્જનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પીએમસી એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચના જાખમે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. જાકે, આ નિર્ણયનું હજુ અમલીકરણ કરાયું નથી.
અતુલકુમાર પટેલ પેન્શનમાંથી ૧૧ હજાર દર મહિને કાપવા, પરેશભાઇ શાહ પેન્શનમાંથી ૬૩૦૦ દર મહિને કાપવા, પરેશભાઇ.એ.પટેલ પેન્શનમાંથી ૬૫૦૦ દર મહિને કાપવા, હિતેષભાઇ ૧૫ લાખ રૂપિયા પેનલ્ટી તરીકે વસુલવી, પરેશભાઇ.ડી.પટેલ પેન્શનમાંથી દર મહિને ૮૧૦૦ કાપવા, મનોજકુમાર સોલંકી તત્કાલીન અને આશિષભાઇ પટેલને નોકરીમાંથી બરતરફ કેમ ન કરવા અંગે સવાલો કર્યા છે તેમજ કડક પગલાં પણ લીધાં છે.