અમદાવાદ શહેરમાં આજે સવારે વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. અકસ્માતથી વાહનચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માત થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. એક્ટીવા ચાલકને બસના ચાલકે કચડી નાખ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. માહિતી મુજબ અકસ્માતમાં વાહનચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથું ફાટી જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં મોર્નિંગ વોક માટે નીકળેલા એક વૃદ્ધને કાર ચાલકે કચડી નાખ્યો હતો અને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, હવે આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. અમદાવાદમાં હજી માંડ પાંચ દિવસ પહેલા નરોડામાં રસ્તા પર બસ સ્ટેન્ડ પર ઊભા રહેલા વૃદ્ધને એક બેફામ દોડતી કારે ઉડાવ્યા હતા. તેના પછી ગણતરીના દિવસોમાં આ ઘટના બની છે.
આ ઘટના અમદાવાદ અનુપમ સિનેમા પાસે વહેલી સવારે બની હતી જ્યાં ૭૦ વર્ષીય અમરચંદ રાજપૂત મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યારે એક કાર ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા વૃદ્ધાને ટક્કર મારી હતી. હાલ અમરાઈવાડી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.