રાજ્યનાં ૯ શહેરોમાં આવેલા ૪૩ વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વેડીંગ ગારમેન્ટ્સ ઈન્ડસ્ટ્રી પર સ્ટેટ જીએટી વિભાગ દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યનાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, નવસારી, મહેસાણ, આણંદ, નડિયા અને અમરેલીમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન ૬.૭૦ કરોડની કરચોરી પણ ઝડપાઈ છે. તેમજ તપાસ દરમ્યાન હજુ પણ કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.