વડીયાના અમરાપુરા ગામથી મોટા આંકડીયા વચ્ચે બાઇક સ્લીપ થતાં યુવકનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અને હાલ આંબવા તાલુકાના હરદાસપુર બોરજાડ ગામે રહેતા પીયારસીંગ સુવરસીંગ છપનીયા (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, તેમના ભાઈ માનસીંગ સુવરસીંગ છપનીયા બાઇક લઇને જતા હતા ત્યારે અમરાપુર ગામથી મોટા આંકડીયા વચ્ચે ખાળીયામાં ઉતરી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.