અમરેલીનાં પટેલ સંકુલ પાછળ આવેલ અર્જુનનગર સોસાયટીમાં ટેક હનુમાનજીનાં મંદિરે સોસાયટીનાં રહીશો દ્વારા હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીપમાલાની આરતી અને સોસાયટીની મહિલાઓ દ્વારા ૧ર કલાક અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં બહેનો હાજર રહ્યા હતા. સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.