અમરેલીનાં આંગણે આગામી તા.ર૮નાં રોજથી સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહ સુખનાથપરા, લીલીયા રોડ, દિલીપભાઈ સંઘાણીનાં ઘર પાસે યોજાશે. તા.ર૮નાં રોજ બપોરનાં ૩ઃ૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે. તા.ર૯ના રોજ સાંજના ૭ કલાકે કપીલ પ્રાગટ્ય મહોત્સવ, તા.૩૦નાં રોજ સાંજના ૭ કલાકે નૃસિંહ પ્રાગટ્ય મહોત્સવ, તા.૦૧નાં રોજ બપોરનાં ૪ઃ૩૦ કલાકે શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ, સાંજના ૭ઃ૦૦ કલાકે કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ, તા.૦રનાં રોજ સાંજના ૭ઃ૦૦ કલાકે ગોવર્ધન અને અન્નકૂટનાં દર્શન, તા.૦૩નાં રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૦૪નાં રોજ સાંજનાં ૬ કલાકે સુદામા ચરિત્ર, પરિક્ષિત મોક્ષ અને તે જ દિવસે કથા વિરામ થશે. કથાશ્રવણનો સમય બપોરે ૩ થી ૭ નો રાખવામાં આવ્યો છે. કથા દરમિયાન રાત્રિનાં સમયે તા.ર૮નાં રોજ માયાભાઈ આહિરનો લોકડાયરો, તા.ર૯નાં રોજ તોરણીયાના રામામંડળનો કાર્યક્રમ યોજાશે. તા.૦૧નાં રોજ અરવિંદ બારોટ, સુખદેવ ધામેલીયા અને હાજી રમકડુંનો લોકડાયરો, તા.૦રનાં રોજ રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે. કૌશિકભાઈ એમ.જાષી (કોલડાવાળા) આ કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ચલાલા દાનમહારાજની જગ્યાનાં પૂ.વલકુબાપુ, આપાગીગાની જગ્યાનાં પૂ.વિજયબાપુ, વિહળધામ પાળિયાદનાં ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ.નિર્મળાબા, ફતેપુર ભોજાભગતની જગ્યાનાં ભક્તિરામબાપુ, માનવમંદિરનાં પૂ.ભક્તિરામબાપુ હાજર રહી આશીર્વચન પાઠવશે. આ ભાગવત સપ્તાહનું રસપાન કરવા સુખનાથ મંદિર ચોક યુવક મંડળ અને ચંદુભાઈ સંઘાણી મિત્રમંડળ દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.