બી.એ.પી.એસ સ્વામિ નારાયણ મંદિર, અમરેલી દ્વારા રવિ સત્સંગ સભામાં
પ્રકૃતિ પરિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતા ‘દેશનું પ્રકૃતિ પરિક્ષણ અભિયાન’ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. નેત્ર ચિકિત્સા આયુર્વેદ હોસ્પિટલ, અમરેલીએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ શરીરમાં રહેલા ત્રણ મુખ્ય દોષો વાત, પિત્ત અને કફ વિશે
જાગૃતિ ફેલાવવાનો હતો. આ દોષોને ઓળખીને ઘણી બીમારીઓથી બચી શકાય છે. ભારત સરકાર દ્વારા સ્વસ્થ ભારત મિશન અંતર્ગત તમામ લોકો પોતાની પ્રકૃતિથી પરિચિત થાય અને તે આધારિત દિનચર્યા, ખોરાક અને રહેણીકરણીની જાણકારી મેળવે તે માટે ‘પ્રકૃતિ પરિક્ષણ’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.