અમરેલીના લાઠી રોડ પર આવેલ ‘દૃષ્ટિ કોર્ટ સ્પીન પ્રા.લી.’નામની સ્પીનીંગ કંપનીમાં આજે સવારે ૧૦ઃ૦૯ કલાકના સુમારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને થતાં અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ૨ વોટર બાઉઝર સાથે પહોંચી હતી. ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. આ કામગીરી કરનાર ફાયર સ્ટાફની કામગીરીને લોકોએ બિરદાવી હતી.