અમરેલીનાં ચિત્તલ રોડ પર આવેલ અંધજન તાલીમ કેન્દ્રમાં આજે દ્વારકાધીશ હવેલીના પુરૂષોત્તમ લાલજી મહારાજ પધાર્યા હતા. આ કેન્દ્રમાં ૪૦ જેટલા અંધ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે અને સંગીત, મોટર રીવાઇડીંગ, બ્રેઇલ લિપિ વગેરે જેવી વિવિધ તાલીમ મેળવે છે. મહારાજએ આ કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા અને તેમની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ સાથે મહારાજએ મંદબુદ્ધિ બાળકોની ટ્રેનિંગ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. આ સ્કૂલમાં ૨૦ જેટલા મંદબુદ્ધિ બાળકો તાલીમ લે છે. બંને સંસ્થાઓની મુલાકાત લઈ મહારાજશ્રીએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. અંધશાળામાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત ગાઈને મહારાજનું સ્વાગત કર્યું હતું.