અમરેલીના ઈશ્વરીયા ગામે ઘરફોડનો બનાવ બન્યો હતો. ગૃહઉદ્યોગનો ધંધો કરતા વિકાસભાઇ જીતેન્દ્રભાઇ વામજા (ઉ.વ.૨૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરે તથા સાહેદ કિશોરભાઇ બચુભાઇ વામજાના રહેણાંક મકાને કોઇ અજાણ્યો ચોર ઇસમ રહેણાંક મકાનોની વંડી ટપી પ્રવેશ્યો હતો. તેણે તેના ઘરની તીજોરીમાં પડેલ રોકડ રૂ.૨૫,૦૦૦ તથા નાના મોટા ચાંદીના દાગીના કિં.રૂ.૪૮૫૦ તેમજ સાહેદ કિશોરભાઇ બચુભાઇ વામજાના રહેણાંક મકાનેથી સોના ચાંદીના દાગીના જેની કિં.રૂ.૧૭,૭૦૦ મળી એમ કુલ રૂ.૪૭,૫૫૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એ. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.