અમરેલી તાલુકાના કેરાળા ગામે રોટાવેટર ખેતરમાં ચલાવ્યા બાદ ભાડુ ઓછું લેવાનું કહેતા સારુ નહી લાગતા બે શખ્સોએ યુવકને ઢીબી નાખ્યો હતો. જેથી યુવકે બે શખ્સો સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલી તાલુકાના કેરાળા ગામે રહેતા ગીરધર બચુ ચોવટીયાએ ખેતરમાં ચલાવવા માટે રોટાવેટર ભાડે રાખ્યુ હતું. રોટાવેટર ખેતરમાં બરોબર ચલાવ્યું ન હોવાથી ગીરધરે પૈસા ઓછા લેવાનું કહેતા આરોપી લાલુ અરજણ અને સંજયને સારૂ લાગ્યું નહોતું અને ગીરધર સાથે પૈસાની બાબતમાં માથાકૂટ કરી હતી અને ઉશ્કેરાઈ જઈ લાલુ અને સંજયે પાવડાના હાથા વડે ગીરધરને માર માર્યો હતો. અને જા વધારે કંઈ બોલીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગીરધરે બંને શખ્સો સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.