અમરેલીના જાળીયા ગામના પાટીયા પાસે ક્રેઇનની ટક્કરથી યુવકનું મોત થયું હતું. બનાવ અંગે મયુરભાઈ ભાભલુભાઇ વાળા (ઉ.વ.૩૦)એ મહાદેવ ક્રેઇન નંબર જીજે-૧૪-એજી ૪૬૪૪ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ ભગીરથભાઇ પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર નં.જી.જે.૦૬-ઇ.એચ.૫૮૯૯ ચલાવીને આવતા હતા. તે દરમિયાન રોડ ઉપર સામેથી પીળા કલરની ક્રેઇન જી.જે.-૧૪- એ.જી. ૪૬૪૪ ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફોરવ્હીલ સાથે ભટકાવતા તેમના ભાઇને બન્ને પગે ફેક્ચર કરી શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી નાસી ગયો હતો. ચાર દિવસ પહેલા રાજકોટમાં સારવાર દરમિયાન તેમના ભાઈનું મૃત્યુ થયું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી એ પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.