અમરેલીના દહિડા ગામે યુવકનો કાઠલો પકડી, ગાળો બોલીને ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નટરવરભાઈ પાલાભાઈ મકવાણા (ઉ.વ.૩૮)એ ભુપતબાઈ બાબુભાઈ હપાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દહીડા ગામની ચોરાવાળી શેરી મેઇન બજારમાં રસ્તાનું પેવર બ્લોકનું કામ ચાલતું હોવાથી ત્યાં કામ જોવા માટે ગયા હતા. કામ બાબતે આદિવાસી મજૂરો સાથે ચર્ચા કરતા સરપંચના પતિ ભુપતભાઇ બાબુભાઇ હપાણી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કાઠલો પકડી મારવા સીમેન્ટનો બ્લોક ઉપાડી, ગાળો આપી, ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.