અમરેલીના નાના આકડીયા ગામે રહેતી એક પરપ્રાંતીય મહિલાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી. રાઘવભાઈ ભીખાભાઈ મહેતા (ઉ,.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, રાજસ્થાનના બંદીબેન ઉર્ફે ચંપાબેન કલુભાઈ મહીડા (ઉ.વ.૪૨) પોતાની મેળે આડસર સાથે ચુંદડી બાંધી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.