નાના ભંડારીયાના ગોપી મંડળ દ્વારા જલઝીલણી અગિયારસના દિવસે ભગવાન ઠાકોરજીને સતાધારમાં આંબાજળના કાંઠે કેસર સ્નાન કરાવાયું હતું. મંડળની મહિલાઓએ ગામથી ધૂન કીર્તન સાથે બસમાં રમઝટ બોલાવીને સતાધારમાં ઠાકોરજીની આરતી કરીને પ્રસાદ ધર્યો હતો અને પૂજ્ય આપાગીગાના દર્શન કરીને મહંત શ્રી વિજયબાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રવિત્ર પાવન દિવસે સરપંચ નરેશ ત્રાપસીયાને વિજયબાપુએ ખેસ પહેરાવીને આશીર્વાદ સાથે વિજય ભવ સરપંચ કહીને જય આપાગીગાના આશીર્વાદ આપ્યા હતા.