અમરેલી જિલ્લામાંથી વધુ બે મોબાઇલ ફોનની ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. મોટા આંકડીયા ગામે રહેતા અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા રાહુલભાઇ વિનુભાઇ માધડએ જાહેર કર્યા મુજબ, બે દિવસ પહેલા તેઓ તેમના ઘર પાસે આવેલ રામદેવ પાન નામની દુકાને બહાર બાકડા ઉપર પોતાનો મોબાઇલ ફોન મૂકીને ઘરે પાણી પીવા ગયા હતા અને ૧૦ મિનિટ બાદ પરત આવીને જોયું તો મોબાઇલ ફોન મળ્યો નહોતો. સાવરકુંડલામાં રહેતા અને હીરાકામ કરતાં સંજયભાઈ રમેશભાઈ પરમારએ જાહેર કર્યા મુજબ, તેઓ ઠાકરધણી હોટલથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે પેન્ટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન પડી જતાં અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો.