અમરેલીના મોણપુર ગામની સીમમાં કામ કરતાં એક પરપ્રાંતીય શ્રમિકને સાપ કરડી જતાં ઝેરી અસર થવાથી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના અને હાલ મોણપુર ગામે વાડીએ રહેતા કેસરીયાભાઈ સીખીયાભાઈ મોહનીયા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઈ કમરૂબાઈ સીખીયાભાઈ મોહનીયા બળેલ પીપરીયા ગામે જવાના રસ્તે નાનજીભાઈ પટેલની વાડીએ ખેત મજૂરીએ ગયા હતા અને કામ કરતા હતા. તે સમયે ડાબા હાથના અંગુઠા પાસે ઝેરી સાપ કરડી જતા બેભાન હાલતમાં સારવારમાં દાખલ કર્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.જી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.