અમરેલીના લાલાવદર ગામે એક યુવક દિવાલ ચણતો હતો ત્યારે તેને પાડીને જાનથી મારવાની ધમકી આપી હતી. લાલાવદર ગામે રહેતા જયંતીભાઈ મંગાભાઈ માધડ (ઉ.વ.૪૧)એ વિશાલભાઈ જેન્તીભાઈ મોરવાડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેના ઘરે દિવાલ ચણતા હતા તે સમયે આરોપીએ તેમના ઘરે આવી દિવાલ પાડી દઇ ગાળો આપી પગ વડે તેમને કમરના ભાગે પાંચથી છ પાટા મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક નયના બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.