ભારત સરકારની યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાં વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેમને ઘરની નજીક સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહિ યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી તરફથી શહેરના વોર્ડ નં. ૫ ના રામજી મંદિર, ભોજલ પરા, કેરીયા રોડ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા અગ્રણી અને સારહિ તપોવન આશ્રમના પ્રણેતા મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, મનિષભાઈ ઘરજીયા, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ) રામાણી, ચિરાગભાઈ ચાવડા, ઉર્મિલાબેન માલવીયા, હરેશભાઈ (હરિ)કાબરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.