ભારત સરકારની યોજનાઓની સરળ ઉપલબ્ધતા માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ અને રેશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાં વયોવૃધ્ધજનો કે જે ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેઓને નજીકમાં સુવિધા પુરી પાડવા સેવાભાવી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી અને તાલુકા હેલ્થ કચેરી-અમરેલી તરફથી અમરેલી શહેરના વોર્ડ નં.૮ ના અંબિકાનગર, ટાઉન હોલ, જેશીંગપરા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંદિપ માંગરોળીયા, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ) રામાણી, ૠજુલ ગોંડલીયા, તુષાર જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.