અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને મટકીફોડ ઉત્સવની ભવ્ય પ્રતીકાત્મક ઉજવણી કરવામાં આવી હતી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક મહત્વ સમજાય, ભારતીય પરંપરા પ્રત્યે ભક્તિભાવ નિર્માણ થાય અને શ્રીકૃષ્ણના જીવનની લીલાઓથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી શાળામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.