અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદનાં કારણે મોટાભાગનાં માર્ગો બિસ્માર હાલતમાં જાવા મળી રહ્યા છે. બિસ્માર માર્ગોની કાયાપલટ કરવા માટે અમરેલીનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ કમર કસી છે. જેમાં અમરેલીનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ પોતાના મતવિસ્તારનાં રસ્તાઓનાં કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને વરસાદથી નુકસાન પામેલા રોડના રિકાર્પેટ કરવાના કામ જલ્દી હાથ ધરાય એ માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારનાં માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના સાંગાડેરી એપ્રોચ રોડ ર.પ૦ કિલોમીટર રસ્તાના રિસરફેસનાં કામ માટે રૂપિયા ૭પ લાખની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના ગામોને જાડતા રસ્તાનું રિકાર્પેટ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. રસ્તાના નવીનીકરણનું આ કામ મંજૂર થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુકિત મળશે. તેમ કૌશિકભાઈ વેકરીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.