અમરેલીના સાજીયાવદર ગામે રહેતા અને સેવાપૂજા કરતાં એક પુરુષને ગામના જ યુવકે છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રામજીભાઈ ભુરાભાઈ ધોળકીયા (ઉ.વ.૬૨)એ ભુપતભાઈ વલકુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેના ગામમાં મંદિરમાં સેવાપૂજાનું કામ કરતા હતા. તેઓ ગામના
વયોવૃદ્ધ માણસને ભોજનાલયમાંથી ટિકિન પહોંચાડતા હતા. આ વાત આરોપીઓને નહીં ગમતા તેમને છરી બતાવી, મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.